વેપાર@દેશ: દશેરા પછી સોનાના ભાવ સતત વધારો, ચાંદીના ભાવમાં સ્થિરતા, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 18 ઑક્ટોબરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનું આજે 477 રૂપિયા વધીને 77641 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે એક તોલા પર ખુલ્યો છે. અને ચાંદી 1005 રૂપિયા વધીને 92780 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. દશેરા પછી સોનાના ભાવ સતત વધી રહ્યા છે. જ્યારે ચાંદીની કિંમતોમાં ફરી એકવાર ઉછાળો આવ્યા બાદ સ્થિરતા જોવા મળી છે.જેથી સોનાની માંગ વધી રહી છે. જેના લીધે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
બીજી બાજું ચાંદીની કિંમતમાં થોડા વધારો થયા પછી હવે કોઈ ફેરફાર નથી. આજે પાંચ ડિસેમ્બરના વાયદા ડિલિવરી વાળું સોનું 77294 પ્રતિ 10 ગદ્રામ પર ઓપન થયું અને સવારે 10.20 વાગ્યા સુધી 82981 સોનાના ઓર્ડર બુક થઈ ચુકયા છે. ઉપરાંત પાંચમી ફેબ્રુઆરી વાયદા ડિલીવરી વાળું સોનું 78050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલીને છેલ્લે 1972 રૂપિયાના લોટ્સના સોનાનો ટ્રેડ થઈ ચુક્યો હતો, જેની કિંમત 2654 લાખ હતી. 5 ડિસેમ્બરે ચાંદી 91995 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી અને 92780 રૂપિયા પ્રતિ કિલોગ્રામની ટોચે પહોંચી હતી.
આજે ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. ચાંદીના ભાવ હજુ પણ રૂપિયા 92 હજાર પ્રતિ કિલો પર સ્થિર છે, જે ગુરુવારે નોંધાયેલો ભાવ હતો. જૂના ચાંદીના દાગીનાના વિનિમય દર પણ સ્થિર રહ્યો છે, જે આજે રૂપિયા 85 હજાર પ્રતિ કિલો છે.