વેપાર@દેશ: સોનાના ભાવમાં એક જ ઝાટકે હજારો રૂપિયાનો ઘટાડો, ચાંદી પણ ઘટી

 
ગોલ્ડ રેટ
ચાંદીમાં પણ રૂ.3500નો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બજેટ રજૂ થયા બાદ સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 5000 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે ચાંદીમાં પ્રતિ કિલો 8500 રૂપિયાનો ભારે ઘટાડો નોંધાયો છે.આજે બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાની કિંમત 64,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ છે.24 કેરેટ સોનાની કિંમત આજે 71,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ગઈકાલ સુધી 24 કેરેટ સોનાનો ભાવ 72,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. તે જ સમયે, 22 કેરેટ સોનાની કિંમત 64,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી હતી. આજે 18 કેરેટ સોનાની કિંમત 53,900 રૂપિયા થઈ ગઈ છે.

ચાંદીમાં પણ ગઈકાલની સરખામણીએ આજે તેના ભાવમાં રૂ.3500નો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે આજે ચાંદી 81,500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. જ્યારે ગઈકાલે સુધી ચાંદીનો ભાવ 85,000 રૂપિયા પ્રતિ કિલો નજીક હતો. નિષ્ણાતોના મતે બજેટ 2024માં સોના પર GSTમાં કોઈ ફેરફાર થયો નથી, તે હજુ પણ 3% છે અને મેકિંગ ચાર્જ પર 5% GST છે. તેથી, સોનું અને ચાંદી ખરીદવાની આ શ્રેષ્ઠ તક છે.