વેપાર@દેશ: સોનાના ભાવમાં ફરી ઉછાળો, એક તોલાનો આજનો ભાવ કેટલો? જાણો

 
ગોલ્ડ

ચાંદીમાં પણ તેજી યથાવત છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

15મીના રોજ સવારે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. અખાત્રીજ બાદ સોનામાં નરમાઈ આવી હતી પરંતુ હવે ભાવ પાછા વધવા માંડ્યા છે. જેને જોતા લોકો ચિંતાતુર બન્યા છે કે આખરે આ ભાવમાં વધારો ક્યાં જઈને અટકશે. ચાંદીના ભાવમાં પણ આજે તેજી જોવા મળી છે. જો તમારે સોનાની લગડી કે દાગીના લેવાના હોય તો ખાસ ચેક કરો આજના સોનાના લેટેસ્ટ ભાવ.

999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનું આજે 390 રૂપિયાની તેજી સાથે 72725 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. જ્યારે 22 કેરેટ એટલે કે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 357 રૂપિયાના વધારા સાથે 66616 રૂપિયા પર પહોંચ્યું. બીજી બાજુ ચાંદીમાં પણ તેજી યથાવત છે. ગઈ કાલે ચાંદી 84080 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી જે આજે 126 રૂપિયાના વધારા સાથે 84206 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી રહી છે.