વેપાર@દેશ: દશેરા પહેલા સોનાના ભાવમાં ઉછાળો, ચાંદીમાં પણ તેજી, જાણો આજનો નવો રેટ

 
ગોલ્ડ

ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના ચાંદીના વાયદા કારોબારમાં શરૂઆતના ગાળમાં તેજી જોવા મળી રહી છે. બંને ધાતુના ભાવ આજે એટલે કે, 11 ઑક્ટોબરે તેજીની સાથે ખુલ્યા છે. આજે સોનાનો વાયદા ભાવ 75,750 રૂપિયાની નજીક છે, જ્યારે ચાંદીના વાયદા ભાવ 90,750 રૂપિયાની નજીક કારોબાર કરી રહ્યો છે. આંતરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનાના વાયદા ભાવની શરૂઆત તેજીની સાથે થઈ હતી. મલ્ટિ કોમોડિટી એક્સચેંજ પર સોનાનો બેંચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે 363 રૂપિયાની તેજીની સાથે 75,660 રૂપિયાના ભાવ પર ખુલ્યો છે.

છેલ્લા આ કોન્ટ્રાક્ટ 433 રૂપિયાની તેજીની સાથે 75,730 રૂપિયાના ભાવ પર કારોબાર કરી રહ્યો છે. આ સમયે આને 75,776 રૂપિયાના ભાવ ઉપર દિવસના ઉચ્ચ અને 75,660 રૂપિયાના ભાવે દિવસના તળિયાને સ્પર્શ કર્યો છે. સોનાના વાયદા ભાવે આ વર્ષે 76,630 રૂપિયાના ભાવ પર ઓલટાઈમ હાઈની સપાટી વટાવી હતી. દશેરા અને લગ્નસરા અગાઉ ચાંદીના વાયદાની શરૂઆત આજે મજબૂત ઉછાળા સાથે થઈ છે. MCX પર ચાંદીનો બેન્ચમાર્ક ડિસેમ્બર કોન્ટ્રાક્ટ આજે રૂપિયા 288ના વધારા સાથે રૂપિયા 90,592 પર ખુલ્યો છે. છેલ્લે આ કોન્ટ્રાક્ટ રૂપિયા 469ના ઉછાળા સાથે રૂપિયા 90,773 પર ટ્રેડ કરી રહ્યો હતો. આ સમયે તે દિવસની ટોચે રૂપિયા 90,887 અને દિવસની નીચી સપાટી રૂપિયા 90,592 પર પહોંચ્યો હતો. આ વર્ષે ચાંદીના વાયદાના ભાવ રૂપિયા 96,493ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોના અને ચાંદીના વાયદા ભાવનો પ્રારંભ તેજીની સાથે થયો છે. કોમેક્સ ઉપર સોનું 2,647.39 ડોલર પ્રતિ ઔંસના ભાવે ખુલ્યો છે. જે ગત ક્લોઝિંગ પ્રાઈસ 2,639.30 ડોલર પ્રતિ ઔંસ હતું. છેલ્લે આ 20.20 ડોલરની તેજીની સાથે 20.20 ડોલર પ્રતિ ઔંસના ભાવ પર કારોબાર કરી રહ્યું હતું. કોમેક્સ પર ચાંદીના વાયદા ભાવ 31.37 ડોલરના ભાવ પર ખુલ્યો, પાછલું ક્લોઝિંગ પ્રાઈસ 31.24 ડોલર હતું.