વેપાર@દેશ: ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવ બદલાયા, જાણો આજનો નવો ભાવ

ચાંદી તૂટીને 97,900 રૂપિયા પ્રતિ એક કિલો થઈ છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે દેશમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. 24 કેરેટ સોનાનો ભાવ 79,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ એટલે કે, એક તોલાની આસપાસ છે. દેશની રાજધાની દિલ્હીમાં 79,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. આગળ ધનતેરસ અને દિવાળીના પ્રસંગે સોનાના ભાવમાં વધારો ઝીંકાવાનો છે. ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 26 ઑક્ટોબરે ચાંદી તૂટીને 97,900 રૂપિયા પ્રતિ એક કિલો થઈ છે.
દેશના રાજધાની નવી દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 73,110 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ આશરે 79,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.હૈદ્રાબાદ અને ભુવેનેશ્વર આ બંને શહેરોમાં 22 કેરોટ સોનાનો ભાવ 72,960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાનો રેટ 79,590 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 73,010 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત 79,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ધનતેરસનો તહેવાર માત્ર સમૃદ્ધિનું પ્રતીક નથી, પરંતુ તે સૌભાગ્ય અને સુખનું પણ પ્રતીક છે. પરિવારોમાં એવી પરંપરા રહી છે કે તેઓ આ દિવસે સોનાના આભૂષણો, ચાંદીની વસ્તુઓ, વાસણો અને અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદે છે. ગયા વર્ષની સરખામણીએ આ ધનતેરસ પર સોનાની માંગ 15-20 ટકા ઘટી શકે છે. તેની પાછળનું કારણ સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો હોઈ શકે છે.