વેપાર@દેશ: સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો, જાણો આજના નવા ભાવ

 
વેપાર

ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં આજે 31મી જુલાઈએ કારોબારના ત્રીજા દિવસે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. બંને ધાતુઓની કિંમતોમાં સામાન્ય વધારો થયો છે. બુધવારે આશરે 10 વાગ્યે 249 રૂપિયા મજબૂતી આવી હતી જ્યારે ચાંદીમાં 687 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. બજેટ પછી સોના-ચાંદીના ભાવમાં ખૂબ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અગાઉ શુક્રવારે એમસીએક્સ પર છેલ્લા કારોબારી સત્રમાં પાંચ ઓગસ્ટની ડિલીવરી ધરાવતું ગોલ્ડ 68610 રૂપિયા પ્રતિ 10 ગ્રાના ભાવે બંધ રહ્યું હુતું.

જ્યારે ચાર ઓકટોબરની ફ્યૂચર ડિલીવરી ધરાવતું સોનું 69178 રૂપિયા પ્રતિ 10 ગ્રાના રેટ પર બંધ થયું હતું. આ સિવાય પાંચ ડિસેમ્બરના વાયદા ડિલીવરી વાલું સોનું 69635 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે બંધ થયું હતું. ચાંદીના ભાવમાં આજે તેજી જોવા મળી રહી છે. એમસીએક્સ પર પાંચ સપ્ટેમ્બરની ફ્યૂચર ડિલીવરી વાળી ચાંદી 677 રૂપિયા મજબૂત થઈ 83336 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

જ્યારે પાંચ ડિસેમ્બરની વાયદા ડિલીવરી વાળી ચાંદી 650 રૂપિયાના વધારાની સાથે 85450 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપાર કરી રહી છે. આ સિવાય પાંચ માર્ચ 2025ના વાયદા ચાંદી 838 રૂપિયાની તેજી પછી 87830 રૂપિયાના ભાવે ટ્રેડ કરતી જોવા મળી રહી છે.આ અગાઉ 30 જુલાઈ પાંચ સપ્ટેમ્બરની ફ્ચૂચર ડિલીવરી ધરાવતી ચાંદી 82659 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ક્લોઝ થઈ હતી.