વેપાર@દેશ: આજે પિતૃપક્ષ શરૂ થતા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો આજનો નવો ભાવ
હજી આગળ આ ભાવમાં થોડી વધઘટ થઈ શકે છે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
પિતૃપક્ષ પ્રારંભ થઈ જતા બુલિયન માર્કેટમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સોનાની ચમક ફરી ફીકી પડી છે. બજાર ખુલતાની સાથે સોનું 160 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો તેનો ભાવ આજે ફરી એક હજાર રૂપિયા પ્રતિ કિલોનો ઘટાડો આવ્યો છે. જે બાદ તેની કિંમત 91 હજાર રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ચાંદીનો ભાવ દરરોજ ટેક્સ અને એકસાઈઝ ડયૂટીને લીધે વધઘટ થતી રહે છે.
18 કેરેટ સોનાનો ભાવ 120 ઘટીને 56,170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે 18 સપ્ટેમ્બરે આનો ભાવ 56,290 રૂપિયા હતો. સોનાની ખરીદી પહેલા તેની શુદ્ધતાની જરૂર તપાસ કરવી જોઈએ. આ સિવાય હોલમાર્ક પણ જોવો જોઈએ. આમ તો 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ મનાય છે, પરંતુ દાગીના માટે 18થી 22 કેરેટ સોનું યોગ્ય હોય છે.ચાંદીના ભાવની વાત કરીએ તો ગુરુવારે તેની કિંમતમાં ફરી ઘટાડો આવ્યો છે. બે દિવસમાં ચાંદી બે હજારપ્રતિ કિલો તૂટ્યો છે.
આજે બુલિયન માર્કેટ ઓપન થતા ચાંદી એક હજાર રૂપિયા પ્રતિ કિલો તૂટીને 91 હજાર રૂપિયા પ્રતિ કિલો થઈ છે. આ અગાઉ 18 સપ્ટેમ્બરે આનો ભાવ 92 હજાર રૂપિયા પ્રતિ કિલો હતી. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયા પહેલા બે દિવસ પહેલા બે દિવસ સોના-ચાંદીના ભાવ સતત વધ્યા, પરંતુ હવે બે દિવસથી તેના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે. હજી આગળ આ ભાવમાં થોડી વધઘટ થઈ શકે છે.