વેપાર@દેશ: આજે કેટલું સસ્તુ થયું સોનું? જાણો આજનો ભાવ

 
વેપાર
ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹150900 પર પહોંચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનું 1 લાખને 32 હજારને પાર પહોંચ્યું હતું. જો કે થોડા સમયથી સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. એક દિવસ પહેલા, ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં ઘટાડાની ગતિ ધીમી કરી અને યુએસ-ચીન વેપાર તણાવ ઓછો કર્યા પછી, સોનાના ભાવ મજબૂત ડોલર પર ઘટ્યા હતા.

આજે સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 24 કેરેટમાં 280 રૂપિયાનો ઘટાડો થઇને 123050 પર પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનામાં 250 રૂપિયાનો ઘટાડો થઇને 1,12,800 રૂપિયા સુધી પહોંચ્યો છે. ચાંદીના ભાવ પણ ઘટી રહ્યા છે. 1 નવેમ્બરની સવારે ચાંદી પ્રતિ કિલોગ્રામ ₹150900 પર પહોંચી ગઈ. લગ્નની મોસમ શરૂ થવાની તૈયારીમાં છે, અને આના કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની માંગમાં વધારો થઈ શકે છે. લોકો લગ્ન જેવા મુખ્ય પ્રસંગો માટે સોના અને ચાંદીની ખરીદી કરે છે, જેના કારણે તેમની માંગ અને ભાવમાં વધારો થાય છે.