વેપાર@દેશ: આજે સોનું કેટલું સસ્તું થયું? જાણો આજનો 24 કેરેટ સોનાનો ભાવ

 
ગોલ્ડ
ચાંદી ₹1,81,900 પર પહોંચી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ઘણા સમયથી સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ઘટી રહ્યા છે. જો કે હવે તો સોનાના ભાવ વધી જ રહ્યા છે. આજે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 ફેબ્રુઆરી 2026 ની સમાપ્તિ તારીખ સાથેના સોનાના વાયદા ₹1,30,431 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા.છેલ્લા ટ્રેડિંગ દિવસે MCX પર સોનું ₹1,30,462 પર બંધ થયું હતું.

આજે સવારે 11 વાગ્યે સોનાનો ભાવ MCX પર રૂ.1,30,533 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹70 નો વધારો હતો. MCX સોનું શરૂઆતના વેપારમાં રૂ.1,30,617 ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું.મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડેટા દર્શાવે છે કે ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદી રૂ.2,434 ઘટીને રૂ.1,80,974 થઈ ગઈ હતી. શુક્રવારે ચાંદીના ભાવ રૂ.1,83,408 પર બંધ થયા હતા. આજે સવારે ચાંદી રૂ.1,81,900 પર ખુલી હતી. સવારે 8:50 વાગ્યે, ચાંદીના ભાવ રૂ.1,588 ઘટીને રૂ.1,81,820 પર આવી ગયા હતા.