વેપાર@દેશ: ગરમીની જેમ સોના ચાંદીએ પણ તોડ્યા તમામ રેકોર્ડ, આજે રેકોર્ડબ્રેક ભાવમાં થયો વધારો

 
ગોલ્ડ

ચાંદીના ભાવ આજે સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા છે

​​​​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વધતી જતી ગરમી સાથે જાણે સોના-ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. તાપમાનનો પારો ઉંચકાતા સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે સોનાના વધતા ભાવે રેકોર્ડ બનાવ્યો જ્યારે ચાંદી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એક વર્ષમાં તેની કિંમતમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે.

સોના અને ચાંદીને સલામત રોકાણ વિકલ્પો ગણવામાં આવે છે. સોના અને ચાંદી બંનેએ રેકોર્ડ તોડ્યા હતા. સોનું અને ચાંદી આજે  ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. 1 જાન્યુઆરી, 2024ના રોજ સોનું 63352 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું હતું, જે 74214 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે 1 જાન્યુઆરી, 2024ના રોજ ચાંદી 73395 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી,

જે 21 મે, 2024ના રોજ 92873 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી.મંગળવારે સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે સોનું અચાનક 839 રૂપિયા મોંઘુ થઈ ગયું હતું. મંગળવારે, 24 કેરેટ શુદ્ધતા સોનાની કિંમત 74214 રૂપિયાની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી હતી. ચાંદી પણ પાછળ રહી નથી. ચાંદીના ભાવ આજે સર્વકાલીન ઊંચાઈ પર પહોંચી ગયા છે. એક જ ઝટકામાં ચાંદી 6500 રૂપિયા વધીને 92873 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.

24 થી 14 કેરેટ સોનાનો ભાવ

24 કેરેટ સોનાની કિંમત 74214 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 23 કેરેટ સોનાની કિંમત 73917 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની કિંમત 67980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.18 કેરેટ સોનાની કિંમત 55661 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.14 કેરેટ સોનાની કિંમત 43415 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.