વેપાર@દેશ: બજેટ-2024 પછી સોના-ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, જાણો આજનો નવો ભાવ

 
સોનાનો ભાવ

ચાંદી 3364 રૂપિયા ઘટીને 83810 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપાર કરી રહી છે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બજેટ-2024 પછી સોના-ચાંદીના ભાવમાં સતત ભારે ઘટાડો નોંધાઈ રહ્યો છે. બજેટ રજૂ થયાના બે દિવસ થયા છતાં મોંઘી ધાતુઓમાં ધોવાણ ચાલુ છે. આજે 25 જુલાઈ ચાંદીના ભાવમાં આશરે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે સોનાની કિંમતમાં 1,100 રૂપિયાનું ગાબડું નોંધાયું છે. આ અગાઉ બજેટના એક દિવસ પછી 24 જુલાઈ બુધવારે સોનાનો ભાવમાં આશરે ચાર હજાર રૂપિયાનો ધટાડો નોંધાયો હતો.

આજે પાંચ ઓગસ્ટના રોજ સોનું 1063 રૂપિયા ઓછા થઈ 67889 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ભાવ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાર ઓક્ટોબરની વાયદા ડિલીવરી વાળું સોનું 1111 રૂપિયા નબળું થઈ 68341 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટ પર કારોબાર કરી રહ્યું છે. આ ઉપરાંત પાંચમી ડિસેમ્બરની વાયદા ડિલીવરી વાળું સોનું 1173 રૂપિયા ઘટીને 68800 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાણ કરી રહ્યું છે.ચાંદીના ભાવમાં પણ ગુરુવારે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.

એમસીએક્સ પર આજે પાંચમી સપ્ટેમ્બરની વાયદા ડિલીવરી વાળી ચાંદી 3409 રૂપિયા નબળી થઈ 81485 રૂપિયા પ્રતિ કિલોના રેટ પર ટ્રેડ કરી રહી છે. જ્યારે પાંચમી ડિસેમ્બરે ફ્યૂચર ડિલીવરી વાળી ચાંદી 3364 રૂપિયા ઘટીને 83810 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેપાર કરી રહી છે. આ ઉપરાંત પાંચમી માર્ચ 2025ની ફ્યૂચર ડિલીવરી વાળી ચાંદી 5288 રૂપિયા ઘટીને 85 હજાર રૂપિયા પ્રતિ કિલો છે.