વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં દમદાર તેજી યથાવત, સોનું ફરી એકવાર 73,000 પાર
સોનું રૂ. 680 વધીને રૂ. 73,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગોલ્ડ આંતરરાષ્ટ્રીય બજારમાં બે અઠવાદિયાના હાઇ પર પહોંચી ગયું છે. અને આ દરમિયાન ભારતીય વાયદા બજારમાં પણ સારો ઉછાળો નોંધાયો છે. સોનું ફરી એકવાર 73,000 ની ઉપર ચાલી રહ્યું છે. તો બીજી તરફ ચાંદી પણ 94,000 આસપાસ પહોંચી ગઇ છે. ભારતીય વાયદા બજારમાં આજે ગોલ્ડ ફ્યૂચર 243 રૂપિયાની તેજી સાથે 73,374 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યું હતું, જોકે કાલે 73,131 પર બંધ થયો હતો.
કોમેક્સ પર સોનું કાલે 20 ડોલર ઉછળીને $2400 ની પાસે પહોંચી ગયું અને ચાંદીમાં 1 વર્ષમાં સૌથે મોટી ઇંટ્રાડે બઢત નોંધાઇ હતી. અમેરિકામાં નબળા જોબ ડેટા આવતા વ્યાજ દરોમાં કાપની આશાનીને હવા મળી હેસ તેનાથી ગોલ્ડ બે અઠવાડિયાના હાઇ પર પહોંચી ગયું. સ્પોટ ગોલ્ડ 0.8% ની તેજી સાથે $2.373.99 પ્રતિ ઔંસ પર પહોંચી. યૂએસ ગોલ્ડ ફ્યૂચર પણ 0.7% ડોલર પ્રતિ ઔંસ પર હતું.
આંતરરાષ્ટ્રીય બજારના સારા સંકેતો વચ્ચે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. ગુરુવારે સોનું રૂ. 680 અને ચાંદી રૂ. 1,400 વધી હતી. સોનું રૂ. 680 વધીને રૂ. 73,500 પ્રતિ 10 ગ્રામ થયું હતું. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 72,820 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 1,400 રૂપિયા વધીને 93,300 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂ. 91,900 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.