વેપાર@દેશ: અચાનક સોનાનાં ભાવમાં આવ્યો મોટો ઉછાળો, જાણો 24 કેરેટ સોનાનો ભાવ
ચાંદીમાં આ અઠવાડિયે 2,713 રૂપિયાની મજબૂતી જોવા મળી છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રક્ષાબંધનની બરાબર પહેલા સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો ત્યારબાદ શરાફા બજારમાં ક્લોઝિંગ રેટમાં પાછું સોનું ઉછળીને બંધ થયેલું જોવા મળ્યું. બીજી બાજુ વાયદા બજારમાં છેલ્લા એક અઠવાડિયામાં સોના અને ચાંદીમાં 1713 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. બજેટમાં કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ સોનું જોરદાર તૂટ્યું હતું. આ અઠવાડિયે 71395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. જે 204 રૂપિયાના ઉછાળા સાથે 70,340 ના લેવલ પર ઓપનિંગ રેટમાં જોવા મળ્યું હતું.
શુદ્ધ સોનું ગત અઠવાડિયે 69,895 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. આ અઠવાડિયે વાયદા બજારમાં સોનાના ભાવમાં 1,500 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો. ચાંદીની વાત કરીએ તો ચાંદી 83,256 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. જે કાલે ઓપનિંગ રેટમાં 1,842 રૂપિયા વધીને 81,903 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચ્યો હતો.
ચાંદી ગત અઠવાડિયે 80,543 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી ત્યારે આવામાં ચાંદીમાં આ અઠવાડિયે 2,713 રૂપિયાની મજબૂતી જોવા મળી છે. 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું શુક્રવારે ઓપનિંગ રેટમાં 403 રૂપિયાના કડાકા સાથે 70,390 રૂપિયાના સ્તરે ખુલ્યું. પરંતુ ત્યારબાદ ક્લોઝિંગ રેટમાં 214 રૂપિયાના વધારા સાથે ઉછળીને 70604 રૂપિયાના સ્તરે બંધ થયું. જ્યારે ચાંદીમાં ઊંઘુ જોવા મળ્યું સવારે ઓપનિંગ રેટમાં ચાંદી 734 રૂપિયા ઉછળીને 81,655 રૂપિયા પ્રતિ કિલો જોવા મળી.