વેપાર@દેશ: રક્ષાબંધનના દિવસે સોનામાં આવ્યો ઘટાડો, જાણો આજે કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ
1 કિલો ચાંદીની કિંમત 90,900 રૂપિયા છે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે રક્ષાબંધનના તહેવારના દિવસે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે. ગઈકાલે 18 ઓગસ્ટે દેશભરમાં 24 કેરેટ સોનાનો ભાવ 73000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ હતો. આજે 19 ઓગસ્ટે દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ 72,760 રૂપિયા છે. જ્યારે 100 ગ્રામની કિંમત 7,27,600 રૂપિયા છે.
આજે સોનાની કિંમતોમાં મામૂલી ઘટાડો આવ્યો છે.22 કેરેટ સોનાના ભાવ 66,690 રૂપિયા છે. ત્યારે તે ગઈ કાલે 18 ઓગસ્ટના ભાવ 66,700 રૂપિયા હતો. ચાંદીનો ભાવ આશરે 86,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ચુક્યા છે.19 ઓગસ્ટ 2024 ના દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 66,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 72,921 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ 66,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત લગભગ 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
વર્તમાન સમયમાં બેંગ્લોરમાં 22 કેરેટ સોનાની કિંમત 66,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.ચેન્નઈમાં 22 કેરેટ સોનાની કિંમત 66,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 72,760 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.ચેન્નઈમાં 1 કિલો ચાંદીની કિંમત 90,900 રૂપિયા છે. જ્યારે મુંબઈમાં 85,900 રૂપિયા, દિલ્હીમાં 85,900 રૂપિયા, કોલકતામાં 85,900 રૂપિયા અને બેંગ્લોરમાં 82,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.