વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો, સોનામાં 3400 રૂપિયાનો ઉછાળો, જાણો આજનો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા મહિનામાં દેશના વાયદા બજારમાં સોનાની કિંમતમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. ચાંદીના ભાવમાં 8 ટકાનું વળતર જોવા મળ્યું છે. નિષ્ણાતોના મતે યુરોપિયન સેન્ટ્રલ બેંકે વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. બીજી તરફ અમેરિકાના જે પ્રકારનો ડેટા બહાર આવ્યો છે. વ્યાજદરમાં 0.25 ટકાનો ઘટાડો થવાની આશા છે.તેમજ નવેમ્બરમાં મળનારી બેઠકમાં કાપની શક્યતા અંગે જાહેરાત કરવામાં આવી શકે છે. જેના કારણે સોનાના ભાવને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
છેલ્લા એક મહિનામાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. 14 ઓગસ્ટે સોનાનો ભાવ 70,136 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. જે 13મી સપ્ટેમ્બરે એટલે કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રૂ. 73,515 પર આવ્યો હતો. મતલબ કે એક મહિનામાં સોનાની કિંમતમાં 4.82 ટકા એટલે કે 3,379 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ લગભગ એક સપ્તાહમાં સોનાના ભાવમાં લગભગ 2100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.
બીજી તરફ ચાંદીએ પણ માત્ર એક મહિનામાં જ રૂ.82 હજારની સપાટી વટાવીને રૂ.89,000ને પાર કરી લીધો છે. જો ડેટા પર નજર કરીએ તો 14 ઓગસ્ટે ચાંદીની કિંમત 82,584 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી હતી, જે 13 સપ્ટેમ્બરે વધીને 89,180 રૂપિયા થઈ ગઈ હતી. મતલબ કે આ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતમાં 7.98 ટકા એટલે કે 6,596 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં પણ ચાડીને રોકાણકારોને 7.76 ટકા વળતર આપ્યું છે. ગયા સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીનો ભાવ 82,757 રૂપિયા હતો. જેમાં 13 સપ્ટેમ્બર સુધી પ્રતિ કિલો 6,423 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.