આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર,ડેસ્ક

1 માર્ચ, 2019થી ત્રણ બેંક લોન્સ સસ્તી થઇ ગઇ છે. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બે સરકારી અને એક ખાનગી બેંકે વ્યાજદરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.

અલ્હાબાદ બેન્ક: અલ્હાબાદ બેન્ક લોન સસ્તી- અલ્હાબાદ બેન્કે પણ પીસીએ ફ્રેમ વર્કથી બહાર આવ્યા પછી એક દિવસ બાદ એમસીએલઆર દરમાં 0.10 ટકા ઘટાડાની જાહેરાત કરી હતી. આ કપાત 1 માર્ચથી અમલમાં આવશે. આમાં હોમલોન કાર અને અન્ય છૂટક લોન્સને સસ્તી થશે. એક મહિનો, ત્રણ મહિના, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ માટે એસસીએલઆરમાં 0.10 ટકાની કટૌતી કરવામાં આવી છે

કોટક મહિન્દ્રા બેન્ક: કોટક મહિન્દ્રા બેન્કે ગુરુવારે જાહેરાત કરી હતી કે વ્યાજના દરોમાં 0.05 ટકાનો ઘટાડો થશે. આરબીઆઇ દ્વારા આ મહિનાની શરૂઆતમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડા પછી વ્યાજ દર ઘટાડવા માટે કોટક મહિન્દ્રા બેન્ક ખાનગી ક્ષેત્રનો પહેલી બેંક બની છે.

PNB બેંક : PNBની હોમ-ઓટો લોન સસ્તી – પી.એન.બી.એ વ્યાજના દરમાં 0.10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. આ કપાત વિવિધ સમય ગાળાની લોન માટે કરવામાં આવી છે. આ ઘટાડો 1 માર્ચ, 2019થી અસરકારક રહેશે. વ્યાજ દર પણ 8.55 ટકા હતો જે ઘટાડીને 8.45 ટકા કરાયો હતો. ત્રણ વર્ષની મુદતની લોન માટે વ્યાજના દરને ઘટાડીને 8.65 ટકા કરવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code