વેપારઃ આજથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે બદલાયા આ ખાસ નિયમો

અટલ સમાચાર, ડેસ્ક જો તમે ICICI બેન્ક કે SBI કે પછી કોઈ અન્ય બેન્કના કસ્ટમર હશો તો તમને એક મેસેજ જરૂર આવ્યો હશે, જેમાં કહેવાયું હશે કે 30 સપ્ટેમ્બરથી તમારા કાર્ડથી ઈન્ટરનેશનલ લેવડદેવડ સેવા બંધ કરવામાં આવી રહી છે. તો જરાય ગભરાઓ નહીં. આ તમારી સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. હકીકતમાં રિઝર્વ બેન્ક (RBI)એ ડિબિટ
 
વેપારઃ આજથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ માટે બદલાયા આ ખાસ નિયમો

અટલ સમાચાર, ડેસ્ક

જો તમે ICICI બેન્ક કે SBI કે પછી કોઈ અન્ય બેન્કના કસ્ટમર હશો તો તમને એક મેસેજ જરૂર આવ્યો હશે, જેમાં કહેવાયું હશે કે 30 સપ્ટેમ્બરથી તમારા કાર્ડથી ઈન્ટરનેશનલ લેવડદેવડ સેવા બંધ કરવામાં આવી રહી છે. તો જરાય ગભરાઓ નહીં. આ તમારી સુરક્ષા માટે કરવામાં આવ્યું છે. હકીકતમાં રિઝર્વ બેન્ક (RBI)એ ડિબિટ અને ક્રેડિટ કાર્ડને લઈને વધી રહેલા ફ્રોડ રોકવા માટે તમામ બેન્કોને આદેશ આપ્યો હતો કે જ્યાં સુધી ગ્રાહકો પોતે ડિમાન્ડ ન કરે ત્યાં સુધી તેઓ કારણવગર ગ્રાહકોને કાર્ડમાં ઈન્ટરનેશનલ સુવિધાઓ ન આપે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

શરૂઆતમાં તમે તમારા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડનો ઉપયોગ ફક્ત PoSથી પેમેન્ટ કરવામાં કે પછી એટીએમમાંથી પૈસા કાઢવામાં જ કરી શકશો. આ ફેરફાર હાલના તમામ કાર્ડ્સ, નવા કાર્ડ કે પછી હાલમાં જ રિન્યૂ થયેલા કાર્ડ પર લાગુ થશે. નવા અપાયેલા કાર્ડ્સનો ઉપયોગ PoS કે ATMમાં જ થઈ શકશે. આ ઉપરાંત જો તમે ઓનલાઈન, કોન્ટેક્ટલેસ કે પછી ઈન્ટરનેશનલ લેવડદેવડ માટે કાર્ડ્સનો ઉપયોગ કરવા માંગતા હોવ તો આ માટે તમારે આ સેવાઓ મેન્યુઅલી શરૂ કરાવવાની રહેશે. આ સેવાઓને તમે મોબાઈલ એપ કે પછી નેટબેન્કિંગથી શરૂ કરાવી શકો છે. આ ઉપરાંત એટીએમ કે બેન્ક બ્રાન્ચમાં જઈને પણ આ સેવાઓ શરૂ કરાવી શકો છો.

કાર્ડ ફ્રોડથી બચવા માટે સૌથી સરળ રીત છે કે તમે તમારી મરજી પ્રમાણે સેવાઓને ગમે ત્યારે ચાલુ કે બંધ કરાવી શકો છો. જેમ કે જો તમે PoS કે એટીએમથી લેવડદેવડ નથી ઈચ્છતા ફક્ત ઓનલાઈન પેમેન્ટ જ કરવા માંગો છો તો તમે તેને ગમે ત્યારે ડિસેબલ (Disable) અને અનેબલ(Enable) કરી શકો છો. આ ઉપરાંત તમારા કાર્ડથી કાઢવામાં આવતી રકમ પણ સીમિત કરી શકો છો. જેમ કે તમો જો ઈચ્છતા હોવ કે તમારા કાર્ડથી એક દિવસમાં 5000 રૂપિયાથી વધારે પેમેન્ટ ન થઈ શકે અને એટીએમ કાર્ડથી પૈસા કાઢી પણ ન શકાય તો તમે તેને ફિક્સ કરી શકો છો. તેને તમે જ્યારે ઈચ્છો ત્યારે વધારી કે ઘટાડી શકો છો. એટલે કે તમારા કાર્ડ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. જો આ લિમિટ બેન્ક તરફથી અપાયેલી લિમિટની અંદર જ હોવી જોઈએ.

ડેબિટ કાર્ડ-ક્રેડિટ કાર્ડ સેવાઓ આ રીતે કરો મેનેજ
1. સૌથી પહેલા તમારે તમારા બેન્ક એકાઉન્ટમાં મોબાઈલ કે નેટબેન્કિંગ દ્વારા log in કરવાનું છે.
2. ત્યારબાદ કાર્ડ્સ સેક્શનમાં જઈને ‘manage cards’ની પસંદગી કરો.
3. તેમા તમને બે વિકલ્પ મળશે domestic અને international
4. તેમાંથી તમારે જેમા ફેરફાર કરવાનો હોય તે વિકલ્પની પસંદગી કરો
5. જે પણ લેવડદેવડ બંધ કરવા માંગતા હોવ તે OFF કરી દો. શરૂ કરવા માંગતા હોવ તો On કરી દો.
6. જો લેવડ દેવડની લિમિટ સીમિત કરવા માંગતા હોવ તો મોડ પ્રમાણે તેને પણ કરી શકો છો.