વેપારઃ ગૂગલે કર્મચારીઓને આપી રાહત, 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ

અટલ સમાચાર, ડેસ્ક કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈ ગૂગલએ પોતાના કર્મચારીઓ માટે ઘરેથી કામ (Work from Home) કરવાની અવધિ આગામી વર્ષ જુલાઈ સુધી લંબાવી દીધી છે. ટેક્નોલોજી ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, તેમના કર્મચારી 30 જૂન 2021 સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. આ સંબંધમાં ગૂગલની પેરન્ટ કંપની
 
વેપારઃ ગૂગલે કર્મચારીઓને આપી રાહત, 2021 સુધી કરી શકશે વર્ક ફ્રોમ હોમ

અટલ સમાચાર, ડેસ્ક

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને ધ્યાને લઈ ગૂગલએ પોતાના કર્મચારીઓ માટે ઘરેથી કામ (Work from Home) કરવાની અવધિ આગામી વર્ષ જુલાઈ સુધી લંબાવી દીધી છે. ટેક્નોલોજી ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીએ સોમવારે એક નિવેદનમાં કહ્યું કે, તેમના કર્મચારી 30 જૂન 2021 સુધી વર્ક ફ્રોમ હોમ કરી શકે છે. આ સંબંધમાં ગૂગલની પેરન્ટ કંપની અલ્ફાબેટ ઇન્કના મુખ્ય કાર્યકારી અધિકારી સુંદર પિચાઇએ કર્મચારીઓને એક ઇ-મેઇલ પણ મોકલ્યો છે.

આ ઇ-મેઇલમાં સુંદર પિચાઈએ લખ્યું કે, કર્મચારીઓને આગળનું પ્લાનિંગ કરવા માટે અમે વૈશ્વિક સ્તર પર વર્ક ફ્રોમ હોમની સુવિધાનો વિકલ્પ 30 જૂન 2021 સુધી વધારી રહ્યા છીએ. આ તે ભૂમિકા માટે હશે, જેઓએ ઓફિસથી કામ કરવાની જરૂર નથી. એક અમેરિકન મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સુંદર પિચાઇએ આ નિર્ણય ગૂગલના કેટલાક મુખ્ય અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જાતે જ લીધો છે.

ધ વૉલ સ્ટ્રીટ જર્નલે ગૂગલની આ જાહેરાત વિશે સૌથી પહેલા જાણકારી આપતા લખ્યું છે કે સમગ્ર દુનિયામાં ગૂગલના બે લાખથી વધુ કર્મચારી અને કોન્ટ્રૈક્ટર્સને લાભ મળશે. આ પહેલા ગૂગલના વર્ક ફ્રોમ હોમનો વિકલ્પ જાન્યુઆરી સુધી જ હતો. ગૂગલના આ નિર્ણય બાદ હવે આશા રાખવામાં આવી રહી છે કે ટેક્નોલોજી ક્ષેત્ર સહિત અન્ય મોટી કંપનીઓ પણ પોતાના કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની અવધિ વધારી શકે છે. કોરોના વાયરસ મહામારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં કંપનીઓ પોતાના કર્મચારીઓને લઈ સતર્ક જોવા મળી રહ્યા છે.

 

આ દરમિયાન કેટલીક ટેક કંપનીઓને આશા વ્યક્ત કરી છે કે આવનારા થોડાક મહિનાઓમાં પોતાની ઓફિસો ધીમે-ધીમે ખોલશે. હાલમાં સોશિયલ મીડિયા કંપની ટ્વિટરએ જાહેરાત કરી હતી કે તેના કર્મચારી અનિશ્ચિતકાળ સુધી વર્ક ફ્રોમ હોમ દ્વારા કામ કરી શકે છે. ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગએ કહ્યું છે કે તેમને આશા છે કે આગામી એક દશકમાં સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા અડધા કર્મચારી ઘરેથી જ કામ કરશે.