વેપારઃ HDFC બેંકએ શરૂ કરી આ નવી સુવિધા, ઘરેબેઠાં ખુલી જશે એકાઉન્ટ

અટલ સમાચાર, ડેસ્ક એચડીએફસી બેંકએ આજે તેની વીડિયો કેવાયસી (નૉ યૉર કસ્ટમર) સુવિધાની જાહેરાત કરી છે. પોતાના પાઇલટ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરી લીધાં બાદ એચડીએફસી બેંકએ ગુરૂવારે વૈકલ્પિક પદ્ધતિ તરીકે સહમતિ આધારિત વીડિયો કેવાયસી સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનો ઉપયોગ બચત અને કોર્પોરેટ સેલરી એકાઉન્ટ તથા પર્સનલ લોન લેનાર કરી શકશે. પછી તેને તબક્કાવાર
 
વેપારઃ HDFC બેંકએ શરૂ કરી આ નવી સુવિધા, ઘરેબેઠાં ખુલી જશે એકાઉન્ટ

અટલ સમાચાર, ડેસ્ક

એચડીએફસી બેંકએ આજે તેની વીડિયો કેવાયસી (નૉ યૉર કસ્ટમર) સુવિધાની જાહેરાત કરી છે. પોતાના પાઇલટ પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂરો કરી લીધાં બાદ એચડીએફસી બેંકએ ગુરૂવારે વૈકલ્પિક પદ્ધતિ તરીકે સહમતિ આધારિત વીડિયો કેવાયસી સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનો ઉપયોગ બચત અને કોર્પોરેટ સેલરી એકાઉન્ટ તથા પર્સનલ લોન લેનાર કરી શકશે. પછી તેને તબક્કાવાર અન્ય ઉત્પાદકો માટે રોલ આઉટ કરવામાં આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

વીડિયો કેવાયસી સુવિધાએ ભેગા મળીને કામ કરી રહેલી બ્રાન્ચ બેંકિંગ, ડિજિટલ બેંકિંગ અને રીટેઇલ એસેટ્સના એજાઇલ પોડ્સનો મહત્વપૂર્ણ રોલ છે. એચડીએફસી બેંક ખાતે અનેકવિધ એજાઇલ પોડ્સ ગ્રાહકો માટેના નવા ઉત્પાદનો અને સેવાઓ પર કામ કરી રહ્યાં છે. તમને જણાવી દઇએ કે આ વર્ષે જાન્યુઆરીમાં જ આરબીઆઇએ વીડિયો બેસ્ડ KYC પ્રક્રિયાને પુરી કરવા માટે ગાઇડલાઇન જાહેર કરી હતી. આ પહેલાં બેંકોએ રિમોટ એરિયમાં એકાઉન્ટ ખોલવા માટે આધાર ડેટા પર નિર્ભર રહેવું પડતું હતું.

ગ્રાહકો હવે ઘરે અથવા ઑફિસમાં બેઠાં-બેઠાં એચડીએફસી બેંકમાં સંપૂર્ણ કેવાયસીની સાથે તમામ લાભ ધરાવતું ખાતું ફક્ત થોડી જ મિનિટોમાં ખોલાવી શકે છે અને બેંકના વિશ્વસ્તરીય ઉત્પાદનો અને સેવાઓનો લાભ મેળવી શકે છે. વીડિયો કેવાયસીની પ્રક્રિયા ઓનલાઇન, સલામત અને ઝડપી રીતે થાય છે. તે કાગજી કાર્યવાહીથી મુક્ત, સંપર્કવિહોણી પ્રક્રિયા છે તથા બેંકના કર્મચારી અને ગ્રાહક વચ્ચેની વાતચીતને રેકોર્ડ કરવામાં આવે છે.

વીડિયો KYC માટે શું-શું જરૂરી
• બેંકની અરજીમાં આધાર ઓટીપી-આધારિત સંપૂર્ણ ઇકેવાયસી
• ઓરિજિનલ પાન કાર્ડને હાથવગું રાખો
• વીડિયો કેવાયસી કરતી વખતે ભારતમાં જ રહો
• સારી ડેટા કનેક્ટિવિટી ધરાવતો સ્માર્ટફોન રાખો

ગ્રાહક બેંકની વેબસાઇટ / પ્લેસ્ટોર પર ઉપલબ્ધ ખાતું ખોલાવવા માટેની બેંકની એપ મારફતે તેનું / તેણીનું આધાર ઇકેવાયસી પૂરું કરી લે તે પછી તેને/ તેણીને બેંકના અધિકારી સાથે જોડવામાં આવશે, જેઓ વીડિયો કેવાયસીની પ્રક્રિયા હાથ ધરે છે.

વીડિયો KYC દરમિયાન બેંક અધિકારી શું કરે છે
• ગ્રાહકની માહિતીને ચકાસશે
• ગ્રાહકનો ફોટો પાડશે
• ગ્રાહકના પાન કાર્ડનો ફોટો પાડશે
• આખરે ખાતાને સક્રિય કરવામાં આવે તે પહેલાં વીડિયો કેવાયસીની ઓડિયો-વીડિયો વાતચીતને માન્ય કરશે.

એચડીએફસી બેંકના રીટેઇલ બ્રાન્ચ બેંકિંગના ગ્રૂપ હેડ અરવિંદ વોરાએ જણાવ્યું હતું કે, ‘અમે વીડિયો કેવાયસીની સુવિધાની શરૂઆત અંગે જાહેર કરીને ખૂબ જ આનંદિત છીએ. પ્રથમ તબક્કામાં અમે તેને બચત અન કૉર્પોરેટ સેલેરી અને પર્સનલ લૉનના ગ્રાહકો માટે શરૂ કરી રહ્યાં છીએ અને તબક્કાવાર રીતે અન્ય ઉત્પાદનો માટે પણ તેને શરૂ કરવામાં આવશે.