વેપાર: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો ?

અટલ સમાચાર,ડેસ્ક જો તમે તમારી સેલરીમાંથી ટેક્સ બચાવવા ઈચ્છો છો તો આ શક્ય છે. આપણા દેશમાં હોમ લોન પર વિવિધ પ્રકારની છૂટ મળે છે, જેના વિશે મોટા ભાગના લોકોને જાણ નથી. તમે જેટલી રકમની તમે લોન લીધી છે, અને તે લોન પર જેટલું વ્યાજ લાગે છે, તેને વહેંચી દેવામાં આવે છે. અને આ રકમને આપણે
 
વેપાર: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો ?

અટલ સમાચાર,ડેસ્ક

જો તમે તમારી સેલરીમાંથી ટેક્સ બચાવવા ઈચ્છો છો તો આ શક્ય છે. આપણા દેશમાં હોમ લોન પર વિવિધ પ્રકારની છૂટ મળે છે, જેના વિશે મોટા ભાગના લોકોને જાણ નથી. તમે જેટલી રકમની તમે લોન લીધી છે, અને તે લોન પર જેટલું વ્યાજ લાગે છે, તેને વહેંચી દેવામાં આવે છે. અને આ રકમને આપણે ઈએમઆઈ તરીકે ઓળખીએ છીએ. મૂડીને તમારી કુલ આવકમાંથી કાપી લેવામાં આવે છે. એટલા માટે બેન્કની પાસે તમારી તમામ આવકનું વિવરણ હોય છે.

જો તમે કેટલીક શરતોનું પાલન કરો છો, તો પહેલીવાર ઘર ખરીદનાર લોકોને 50 હજાર સુધીની વધારાની છૂટ મળી શકે છે. જો તમે તમારી સંપત્તિને ભાડે આપો છો, તો મળતા ભાડા અને નગરનિગમના ટેક્સ વચ્ચે છૂટ અને હોમ લોનનું વ્યાજ તમારું નુક્સાન કરશે. આર્થિક એક્ટ 2017ના સંશોધન મુજબ તમે તમારી નિશ્ચિત આવક કે અન્ય આવકથી ઉલ્ટુ 2 લાખ સુધીનું નુક્સાન બતાવી શકાય છે. બેલેન્સ (1.5 લાખનું સરપ્લસ) આઠ વર્ષ માટે આગળ વધારી શકાય છે. જો કે આ ફક્ત તમારી ભાડાની આવક સુધી જ સેટ કરી શકાય છે.

તમે જે વ્યાજ ચૂકવો છો, તે સેલ્ફ એક્યુપાઈડ પ્રોપર્ટી હોય છે, જેને ઘરની સંપત્તિમાંથી થતી આવત અંતર્ગત 2 લાખ રૂપિય સુધી વધુમાં વધુ કાપ મળી શકે છે. જેને કારણે તમારું કુલ દેવું ઓછું થાય છે. પરંતુ તેને ક્લેમ કરવા માટે લોન લીધી હોય તે વર્ષથી 5 વર્ષની અંદર જ નિર્માણ કે પઝેશન મળી જવું જોઈએ. જો આમ ન થાય તો મળતી છૂટ 30 હજાર સુધી સીમીત થઈ જશે.