આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા (કિરણબેન ઠાકોર) 

મહેસાણા જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેરાલુમાં કારોબારી બેઠક મળી હતી. જેમાં જનપ્રશ્નો ઉઠાવી રાજય સરકારને ઘેરવા અને આગામી ચુંટણીને લઇ મંથન થયુ હતુ. જીલ્લા આગેવાનો સાથે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની બેઠકમાં દાવેદારોની ભુમિકા મહત્વપુર્ણ બની હતી. આગામી દિવસોએ ખેરાલુ વિધાનસભાની પેટાચુંટણી આવતી હોઇ બે પ્રદેશ કોંગ્રેસ મંત્રી, પ્રવકતા અને સ્થાનિક આગેવાન વચ્ચે ઉમેદવારીની હોડ બની છે.

ઉત્તર ગુજરાતમાં શનિવારે ખેરાલુ અને રાધનપુર મુકામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં કારોબારી બેઠક મળી હતી. જેમાં મહેસાણા જીલ્લાના ખેરાલુમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરો સાથે જનપ્રશ્નો જોરશોરથી ઉઠાવવા તૈયારી બતાવી હતી. આ દરમ્યાન વિધાનસભાની પેટાચુંટણીના ઉમેદવાર નક્કી કરવા મંથન થયુ હોવાનું સામે આવ્યુ છે. જેમાં સ્થાનિક કોંગી આગેવાન અને પ્રદેશના હોદેદારો વચ્ચે ટીકીટ લેવાની હરીફાઇ છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, અગાઉ બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરેલા મુકેશ ચૌધરી ટીકીટ મેળવવા મથી રહ્યા છે. આ સાથે પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાબુજી ઠાકોર, જગતસિંહ ડાભી અને પ્રવકતા જયરાજસિંહ પરમાર પણ ટીકીટના દાવેદાર મનાય છે. સ્થાનિક કાર્યકરો મત વિસ્તારમાં જ રહેતા હોય તેને ટીકીટ અપાવવા માંગ કરી રહ્યા છે. જેમાં મુકેશ ચૌધરી અને જગતસિંહ ડાભી પૈકી કોઇને ટીકીટ મળે તો નવાઇ નહી.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code