વેપારઃ પોસ્ટઓફિસની આ સ્કીમમાં મળશે ઘણા ફાયદા જાણો વધુ વિગતો

અટલ સમાચાર, ડેસ્ક હાલના સમયમાં બજારમાં પૈસા લગાવવા માટે સામાન્ય રીતે ઘણા બધા ઓપ્શન છે, પરંતુ પોસ્ટઓફિસની સ્કીમમાં રોકાણ કરીને તમે સારો નફો કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમમાં રોકાણકારોને સારું વ્યાજ મળે છે. આ સ્કીમમાં તમે એકવાર પૈસા લગાવો છો તો ત્યારબાદ તમને દર મહિને વ્યાજનાં રૂપમાં આવક મળતી રહે છે. આ
 
વેપારઃ પોસ્ટઓફિસની આ સ્કીમમાં મળશે ઘણા ફાયદા જાણો વધુ વિગતો

અટલ સમાચાર, ડેસ્ક

હાલના સમયમાં બજારમાં પૈસા લગાવવા માટે સામાન્ય રીતે ઘણા બધા ઓપ્શન છે, પરંતુ પોસ્ટઓફિસની સ્કીમમાં રોકાણ કરીને તમે સારો નફો કમાઈ શકો છો. પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમમાં રોકાણકારોને સારું વ્યાજ મળે છે. આ સ્કીમમાં તમે એકવાર પૈસા લગાવો છો તો ત્યારબાદ તમને દર મહિને વ્યાજનાં રૂપમાં આવક મળતી રહે છે. આ સ્કીમમાં મેચ્યોરિટી પીરિયડ પાંચ વર્ષનો હોય છે. આ સમય સીમા બાદ રોકાણકારોને તેમના પુરા પૈસા વ્યાજ સાથે પુરા પાછા મળી જાય છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ સ્કીમમાં ખાતા હોલ્ડરને સંપૂર્ણ જમા પૈસા પર દર મહિને વ્યાજ મળે છે. ઈન્ડિયા પોસ્ટ મુજબ, આ સ્કીમમાં 1 જૂલાઈ 2019થી રોકાણકારોને 7.6 ટકાનાં દરથી વ્યાજ મળે છે. વ્યાજના રકમની ચૂકવણી તમને દર મહિને કરવામાં આવે છે.આ સ્કીમ હેઠળ તમે સિંગલ અને જોઈન્ટ બંને પ્રકારનાં ખાતા ખોલી શકો છો. સિંગલ ખાતું ખોલતી વખતે તમારે આ સ્કીમમાં ઓછામાં ઓછા 1500 રૂપિયા અને વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે. તો જો તમે જોઈન્ટ ખાતું ખોલાવો છો તો તમે વધારેમાંવધારે 9 લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ યોજના વરિષ્ઠ અને રિટાયર્ડ કર્મચારીઓ માટે ઘણી ફાયદાકારક છે.

આ સ્કીમની ખાસ વાત એછેકે, આમાં બે કે ત્રણ લોકો સાથે મળીને ખાતું ખોલાવી શકે છે. જો ત્રણ લોકો સાથે મળીને ખાતું ખોલાવે છે તો તમને દર મહિને મળતી આવકને ત્રણ લોકોમાં બરાબર વહેંચવામાં આવશે, સાથે જ તમે જ્યારે ઈચ્છો ત્યારે તેને સિંગલ કે જોઈન્ટમાં કન્વર્ટ કરાવી શકો છો.

આ સ્કીમમાં તમે તમારા પૈસાને મેચ્યોરિટી પહેલાં પણ ઉપાડી શકો છો. પરંતુ જો તમે એવું કરો છો તો તમને અમુક પૈસા કપાઈને મળશે. જણાવી દઈએકે, એક વાર ખાતું ખોલાવ્યા બાદ તમે એક વર્ષ સુધી તેમાંથી પૈસા ઉપાડી શકશો નહી.આ સિવાય તમે એકથી ત્રણ વર્ષની વચ્ચે પૈસા ઉપાડો છો તો તમને 2 ટકા પૈસા કપાઈને પાછા મળશે. તો ખાતું ખોલાવ્યાનાં 3 વર્ષ બાદ મેચ્યોરિટી પહેલાં ક્યારેય પણ પૈસા ઉપાડો છો તો તમને તામરી જમા રાશિનો 1% રકમ કાપીને પૈસા પાછા મળશે.

આ સ્કીમ હેઠળ તમે તમારા ખાતાને એક પોસ્ટ ઓફિસથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરાવી શકો છો. જ્યારે રોકાણનાં પૈસાના પાંચ વર્ષ થઈ જાય તો તમે તેને ફરીથી રોકાણ કરી શકો છો. એકાઉન્ટ હોલ્ડર તેમાં કોઈ પણ નોમિનીને પણ નિયુક્ત કરી શકે છે. કોઈ અઘટિત ઘટનાને કારણે ખાતાધારકનું મૃત્યુ થાય છે તો જમા રાશિનો હકદાર નોમિની હોય છે. આ યોજનામાં એક ખાસ વાત એછેકે, આમાં કોઈ TDS લાગતો નથી. જ્યારે આ રોકાણનાં બદલામાં પ્રાપ્ત વ્યાજ પર ટેક્સ આપવાનો હોય છે.