વેપાર@દેશ: જોરદાર રિકવરી બાદ સોનું રૂ.1800 તો ચાંદી રૂ.5200થી વધું મોંઘી થઈ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગઈકાલે જોરદાર રિકવરી બાદ આજે સોના અને ચાંદીના બજારમાં મજબૂત તેજી જોવા મળી છે. બંને કિંમતી ધાતુઓ આજે ગઈકાલના બંધ ભાવ સામે ઊંચા સ્તરે ખૂલી હતી અને દિવસ દરમિયાન ખરીદીનો માહોલ જળવાઈ રહ્યો હતો. ગઈકાલે સોનું એકસમયે 117906 રૂપિયાની નીચલી સપાટીએ પહોંચી ગયું હતું, ત્યારબાદ રિકવરી બતાવીને 121137 રૂપિયા પર બંધ થયું હતું. બીજી તરફ, ગઈકાલે ચાંદી પણ એકસમયે 136712 રૂપિયાના નીચલા સ્તરે ગગડી ગઈ હતી.
ત્યારપછી મજબૂત રિકવરી સાથે ચાંદી 142517 રૂપિયા પર ક્લૉઝ થઈ હતી.ગઈકાલના 121137 ના બંધ ભાવ સામે આજે સોનું 122740 ના ઓપન ભાવે ખૂલ્યું હતું. આજના કારોબારમાં સોનાએ 122970 નો હાઈ બનાવ્યો હતો, જ્યારે નીચલો સ્તર 122471 નોંધાયો હતો. આજે સોનામાં કુલ 1833 રૂપિયાનો એકઝાટકે ઉછાળો આવ્યો હતો.ચાંદીમાં પણ આજે તેજીનો કરંટ જોવા મળ્યો હતો. ગઈકાલના 142517 ના બંધ ભાવ સામે આજે ચાંદી 145800 ના ભાવે ખૂલી હતી, જે આજનો નીચલો સ્તર પણ રહ્યો હતો. ત્યારબાદ ચાંદી ઉછળીને આજના હાઈ 147798 સુધી પહોંચી ગઈ હતી. આજે ચાંદીમાં એકઝાટકે 5281 રૂપિયાનો ઉછાળો આવ્યો હતો.

