વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં નરમાઈ, જાણો આજનો 18 k, 24k, 22k સોનાનો ભાવ

 
Gold
ચાંદીના ભાવમાં પણ 0.67 ટકાનો ઘટાડો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીના ભાવમાં આજે 7 ઓક્ટોબરે નરમાઈ જોવા મળી છે. સ્થાનિક વાયદા બજાર MCXમાં ડિસેમ્બર ડિલિવરીવાળા સોનાના ભાવમાં રૂ.615નો ઘટાડો નોંધાયો છે. આ ઘટાડા બાદ સોનું રૂ.1,49,505 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીના વાયદામાં પણ વેચવાલી જોવા મળી. MCX પર ચાંદી રૂ.1,341 ઘટીને રૂ.2,25,901 પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેડ થઈ રહી છે.ભારતીય બજારની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ લગભગ 0.40 ટકા ઘટીને 4,170 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહ્યો. ચાંદીના ભાવમાં પણ 0.67 ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે આશરે 61.195 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહી હતી. આ ઘટાડા છતાં લાંબા ગાળે સોનાને લઈને બજાર નિષ્ણાતોનો દૃષ્ટિકોણ મજબૂત જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, લંડન બુલિયન માર્કેટ એસોસિએશનની વાર્ષિક બેઠકમાં ભાગ લેનારા બજાર નિષ્ણાતોએ સોનાને લઈને મહત્વપૂર્ણ અંદાજ વ્યક્ત કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી 12 મહિનામાં સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ 5,013 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ સુધી પહોંચી શકે છે. 7 ઓક્ટોબરે દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ રૂ.14,901થી રૂ.15,038 પ્રતિ ગ્રામની વચ્ચે રહ્યો. ચેન્નાઈમાં 24 કેરેટ સોનું અન્ય મોટા શહેરોની સરખામણીએ ઓછા ભાવે મળતું હતું. અહીં તેનો ભાવ રૂ.14,901 પ્રતિ ગ્રામ નોંધાયો. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.15,038 પ્રતિ ગ્રામ રહ્યો. મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કેરળ અને પુણેમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે રૂ.15,023 પ્રતિ ગ્રામ રહ્યો. ગુજરાતના અમદાવાદ અને વડોદરામાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.15,028 પ્રતિ ગ્રામની આસપાસ નોંધાઈ.

દાગીના બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાતા 22 કેરેટ સોનાના ભાવમાં પણ શહેરવાર થોડો તફાવત જોવા મળ્યો. દેશના મોટા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ રૂ.13,659થી રૂ.13,786 પ્રતિ ગ્રામ વચ્ચે રહ્યો. ચેન્નાઈમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹13,659 પ્રતિ ગ્રામ નોંધાયો હતો. દિલ્હીમાં આ ભાવ રૂ.13,786 પ્રતિ ગ્રામ રહ્યો, જ્યારે ઘણા અન્ય મુખ્ય શહેરોમાં 22 કેરેટ સોનાની કિંમત લગભગ રૂ.13,771 પ્રતિ ગ્રામ સુધી જોવા મળી.18 કેરેટ સોનાનો ભાવ રૂ.11,219થી રૂ.11,283 પ્રતિ ગ્રામની વચ્ચે નોંધાયો. ચેન્નાઈમાં 18 કેરેટ સોનાનો ભાવ રૂ.11,219 પ્રતિ ગ્રામ રહ્યો, જ્યારે દિલ્હીમાં કિંમત રૂ.11,283 પ્રતિ ગ્રામની આસપાસ નોંધાઈ. જ્વેલરી ખરીદનાર ગ્રાહકો માટે 18 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવ ખાસ મહત્વ ધરાવે છે, ચાંદીના ભાવમાં પણ અલગ-અલગ શહેરોમાં થોડો ફેરફાર જોવા મળ્યો.

દિલ્હીમાં 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂ.22,544 રહ્યો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ રૂ.2,25,440 નોંધાયો. મુંબઈમાં 100 ગ્રામ ચાંદી રૂ.22,583 અને એક કિલો ચાંદી રૂ.2,25,830ની આસપાસ રહી.બેંગલુરુમાં 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂ.22,561 અને એક કિલોનો ભાવ રૂ.2,25,610 નોંધાયો. કોલકાતામાં 100 ગ્રામ ચાંદી રૂ.22,570 અને એક કિલો રૂ.2,25,700ના સ્તરે રહી.હૈદરાબાદમાં 100 ગ્રામ ચાંદીનો ભાવ રૂ.22,579 અને પ્રતિ કિલો ભાવ રૂ.2,25,790 રહ્યો.મુખ્ય શહેરોમાં ચેન્નાઈમાં ચાંદીનો ભાવ સૌથી વધુ જોવા મળ્યો. અહીં 100 ગ્રામ ચાંદીની કિંમત રૂ.22,666 હતી, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ રૂ.2,26,660 નોંધાયો. સ્થાનિક માંગ, સપ્લાય, ટ્રાન્સપોર્ટ ખર્ચ અને અન્ય બજાર પરિબળોને કારણે શહેરવાર સોના અને ચાંદીના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે.