વેપાર@દેશ: દિવાળી પહેલાં સોનું રૂ.14 હજાર સસ્તું, ચાંદીમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સોના ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબર 2026 દરમિયાન 24 કેરેટ સોનાના ભાવમાં આશરે રૂ.14 હજારનો ઘટાડો થયો છે. બીજી તરફ, ચાંદીના ભાવમાં પણ છેલ્લા બે મહિનામાં આશરે રૂ.43 હજાર અને જાન્યુઆરીના સર્વોચ્ચ સ્તરથી લગભગ રૂ.1.92 લાખનો ઘટાડો થયો છે.ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના આંકડા અનુસાર, 31 ઑગસ્ટે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આશરે રૂ.1.55 લાખ હતો, જે 23 ઑક્ટોબરે ઘટીને લગભગ રૂ.1.41 લાખ થયો હતો. ચાંદી પણ 29 જાન્યુઆરી 2026ના રૂ.3.86 લાખ પ્રતિ કિલોના સર્વોચ્ચ સ્તરથી ઘટીને 23 ઑક્ટોબરે લગભગ રૂ.1.94 લાખ પર આવી ગઈ છે.સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક મહિનામાં પહેલાં જોરદાર તેજી જોવા મળી હતી અને ત્યારબાદ તેમાં મોટો ઘટાડો શરૂ થયો છે.
31 ડિસેમ્બર 2025ના રોજ સ્થાનિક બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.1.33 લાખ હતો. 29 જાન્યુઆરી 2026 સુધીમાં તે વધીને લગભગ રૂ.1.76 લાખ થયો હતો. ત્યારબાદ ભાવમાં ઘટાડો શરૂ થયો અને 23-24 ઑક્ટોબર સુધીમાં સોનું તેના ઊંચા સ્તરથી આશરે રૂ.34 હજાર નીચે આવી ગયું.છેલ્લા એક સપ્તાહમાં જ સોનાના ભાવમાં આશરે રૂ.4 હજારનો ઘટાડો થયો છે. 17 ઑક્ટોબરે સોનું લગભગ રૂ.1.46 લાખ પ્રતિ 10 ગ્રામ હતું, જે 24 ઑક્ટોબરે ઘટીને આશરે રૂ.1.42 લાખ થયું.
ચાંદીમાં પણ આવો જ ઘટાડો જોવા મળ્યો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ પ્રતિ કિલો આશરે રૂ.2.30 લાખ હતો. 29 જાન્યુઆરીએ તે વધીને રૂ.3.86 લાખના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. ત્યારબાદ ભારે ઘટાડા સાથે 24 ઑક્ટોબરે ભાવ લગભગ રૂ.1.94 લાખ પર આવી ગયો.છેલ્લા એક સપ્તાહમાં જ ચાંદી લગભગ રૂ.16,500 સસ્તી થઈ છે.

