વેપાર@દેશ: સોનું રૂ.2000 સસ્તું થયું, ચાંદી રૂ.4,500 તૂટી, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
Gold
 ઘટાડાથી બજારમાં હલચલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. કારોબારની શરૂઆત સાથે જ ચાંદી રૂ. 4,565 સસ્તી થઈને રૂ. 2,30,221 પ્રતિ કિલોગ્રામના સ્તરે આવી ગઈ છે, જે અગાઉના સત્રમાં રૂ. 2,34,786 પર બંધ થઈ હતી. 24 કેરેટ સોનાનો ભાવ પણ રૂ. 1,987 ઘટીને રૂ. 1,50,483 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. કિંમતી ધાતુઓમાં આવેલા આ અચાનક ઘટાડાથી બજારમાં હલચલ મચી ગઈ છે.

સોના-ચાંદીના ભાવમાં આ ભારી ઘટાડા પાછળનું સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ કારણ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા લેવાયેલો નિર્ણય છે. ફેડ ચેરમેન કેવિન વૉર્શના નેતૃત્વ હેઠળ મળેલી બેઠકમાં પોલિસી રેટમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેથી વ્યાજ દર 3.75 ટકાથી 4 ટકાના દરે પહોંચી ગયા છે. વ્યાજ દરોમાં થયેલા આ વધારાને કારણે બુલિયન માર્કેટ પર દબાણ વધ્યું છે અને કિંમતી ધાતુઓના ભાવ ગગડ્યા છે.આ કડાકા પાછળ અમેરિકી ડૉલરની મજબૂતાઈ પણ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. ફેડ દ્વારા 2023 પછી પહેલીવાર વ્યાજ દરોમાં વધારો કરાતા ડૉલર ઇન્ડેક્સ 100ના સ્તરને પાર કરી ગયો છે. આ ઉપરાંત, વેસ્ટ એશિયામાં તણાવ અને ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતોને કારણે બ્રેન્ટ ક્રૂડ 105 ડૉલર પ્રતિ બેરલ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.