વેપાર@દેશ: સોનું રૂ.1,500 મોંઘું, ચાંદી રૂ.1.74 લાખને પાર! જાણો આજનો નવો ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
24 નવેમ્બર 2026ના રોજ સોના અને ચાંદીના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. બજારમાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. સ્થાનિક બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.1,500નો અને 22 કેરેટ સોનાના ભાવમાં રૂ.1,370નો વધારો નોંધાયો છે. અમદાવાદ સહિત ગુજરાતના તમામ મુખ્ય શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ વધીને રૂ.1,26,620 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે, જ્યારે દાગીના માટે વપરાતા 22 કેરેટ સોનાની કિંમત રૂ.1,370 વધીને રૂ.1,16,060 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. બીજી તરફ, ચાંદીના બજારમાં સ્થિરતા જળવાઈ રહી છે અને પ્રતિ કિલો ભાવ રૂ.1,74,900ની સપાટીએ યથાવત રહ્યો છે.
સોના-ચાંદી ખરીદવા કે રોકાણ કરવાનું વિચારતા ગ્રાહકો માટે આજના આ નવા દરો જાણવા અત્યંત મહત્વપૂર્ણ છે.શુદ્ધ સોનું 24k માનવામાં આવે છે અને તેના શુદ્ધ સ્વરૂપમાં 99.9 ટકા સોનું કહેવાય છે. સોનાનું માપ એ કેરેટ પદ્ધતિ છે. કેરેટનો અર્થ 'K' થાય છે. કેરેટ જણાવે છે કે, જ્વેલરી અથવા સોનાની વસ્તુમાં કેટલું શુદ્ધ સોનું ઉમેરવામાં આવ્યું છે. સોનું જેટલું શુદ્ધ, કેરેટનું મૂલ્ય તેટલું વધારે. સૌથી સામાન્ય કેરેટ મૂલ્યો 24, 22, 18 અને 14 છે. 24K સિવાય, તમામ કેરેટમાં, મજબૂતી અને સ્થિરતા માટે તાંબુ અથવા ચાંદી જેવી ધાતુઓ ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે, સોનાની ચોક્કસ ગુણવત્તા અથવા શુદ્ધતા માત્ર જોઈને જાણી શકાતી નથી કારણ કે તે સમાન દેખાય છે. આવી સ્થિતિમાં, સામાન્ય ગ્રાહક માટે ગુણવત્તાની ખાતરી કરવી મુશ્કેલ છે. BIS સોનાને તેની ગુણવત્તા અનુસાર હોલમાર્ક કરીને પ્રમાણિત કરે છે.

