વેપાર@દેશ: છેલ્લા 3 દિવસમાં સોનું રૂ.5969 રૂપિયા તૂટ્યું, તો ચાંદીમાં રૂ.17893નો કડાકો

 
ગોલ્ડ
આજે સોનામાં પ્રતિ દસ ગ્રામ 1802 રૂપિયા સુધીનો વધારો

​​​અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોના અને ચાંદીના વાયદા બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. મોંઘવારીના ડેટા અને અમેરિકન ડૉલરની વેલ્યૂ વધવાને કારણે સોના અને ચાંદી બજાર દબાણ હેઠળ આવી ગયું છે. ફેડ રેટ પણ વધવાની આશંકાઓને ધ્યાનમાં રાખીને સોના-ચાંદી બજાર તૂટતું દેખાઈ રહ્યું છે. જોકે 3 દિવસના વાયદા બજારના આંકડાઓની વાત કરીએ તો સોનામાં 5969 તો ચાંદીમાં 17893 રૂપિયા સુધી અત્યાર સુધી કડાકો બોલાઈ ચૂક્યો છે.વાયદા બજારમાં સોનાની વાત કરીએ તો 3 દિવસ પહેલા સોનું 151596 ની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું.

જોકે 3 દિવસ બાદ તેની લૉઅર સપાટી 145627 નોંધાઈ હતી જેના પરથી કહી શકાય કે સોનામાં 5969 રૂપિયાની ઉથલપાથલ થઇ. જોકે સતત ત્રણ દિવસના ઘટાડા બાદ આજે સોનું પ્રતિ દસ ગ્રામ 1802 રૂપિયા સુધી પ્લસ થયું હતું. જે રોકાણકારોને થોડીક રાહત આપે તેમ છે. ચાંદી 3 દિવસમાં લગભગ 17893 રૂપિયા જેટલી તૂટી ગઇ હતી. ત્રણ દિવસ પહેલા ચાંદી 225864 ની ટોચે ટ્રેડ થઈ રહી હતી. 3 દિવસના સતત કડાકા બાદ ચાંદીએ 207971 ની લોઅર સપાટી બનાવી હતી. જે દર્શાવે છે કે ચાંદીમાં મોટો કડાકો બોલાઈ ગયો છે. જોકે આજની વાત કરીએ તો ચાંદી આજે સામાન્ય એવા વધારા એટલે કે 1612 રૂપિયા પ્રતિ કિલોના વધારા સાથે ટ્રેડ થઇ રહી છે.