વેપાર@દેશ: નવરાત્રીના 7માં દિવસે સોનાનો ભાવ ઘટ્યો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
દેશમાં સોનાની કિંમતોમાં વધુ ઘટાડો નોંધાયો છે. આજે 17 ઓક્ટોબરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત રૂ.147580 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ રૂ.147430 પ્રતિ 10 ગ્રામ છે. હાજર બજારમાં આ અઠવાડિયે સોનાની કિંમતમાં રૂ.4,500 એટલે કે 3 ટકાનો ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું (સ્પોટ ગોલ્ડ) $4,165.12 પ્રતિ ઔંસ પર છે.આ અઠવાડિયે સોનાના વૈશ્વિક ભાવમાં 0.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં સોના અને ચાંદીની કિંમતો સ્થાનિક પરિબળોની સાથે-સાથે વૈશ્વિક પરિબળોથી પણ પ્રભાવિત થાય છે.ભારતમાં સોનાની આયાતમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે.
સપ્ટેમ્બરમાં સોનાની આયાત 81.27 ટકા ઘટીને $1.8 અબજ રહી છે. કિંમતી ધાતુઓ પર આયાત જકાતમાં મોટો વધારો થવાને કારણે આયાતમાં આ ઘટાડો થયો છે. ચાંદીની આયાતમાં પણ સપ્ટેમ્બરમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે. ચાંદીની આયાત 49.11 ટકા ઘટીને $66.50 કરોડ રહી છે.દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,47,580 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,35,290 છે.હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,35,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,47,430 છે.અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,35,190 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,47,480 છે. ચાંદીમાં પણ ઘટાડો યથાવત્ છે. 17 ઓક્ટોબરની સવારે ચાંદીનો ભાવ રૂ.229900 પ્રતિ કિલોગ્રામ છે. હાજર બજારમાં આ અઠવાડિયે ચાંદીની કિંમતમાં રૂ.13,500 એટલે કે 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

