વેપાર@દેશ: આજે કાળી ચૌદશના દિવસે સોનાના ભાવમાં ઘટાડો, જાણો 22 અને 24 કેરેટનો ભાવ?

 
ગોલ્ડ
ચાંદીના ભાવમાં પણ ઘટાડો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે કાળી ચૌદશના દિવસે દેશમાં સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 7 નવેમ્બરની સવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.143600 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પહેલાં ધનતેરસના દિવસે દિલ્હીના સરાફા બજારમાં નબળી હાજર માંગને કારણે 99.9% શુદ્ધતાવાળા સોનાના ભાવમાં રૂ.2500નો ઘટાડો થયો હતો.સોનાની ઊંચી કિંમતોને કારણે ખરીદદારો સાવચેતી રાખી રહ્યા છે, જેના કારણે માંગ પર અસર પડી છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે વેચાણમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી.

આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાનો ભાવ 4074.36 ડોલર પ્રતિ ઔંસ પર છે. છેલ્લા એક સપ્તાહમાં વૈશ્વિક બજારમાં સોનાની કિંમતમાં 5.2%નો વધારો નોંધાયો છે. દિલ્હીમાં, 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,43,600 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,31,640 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,31,490 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,43,450 છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,31,540 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,43,500 છે. બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. 7 નવેમ્બરની સવારે ચાંદીનો ભાવ રૂ.204900 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. તેના એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીની કિંમતમાં રૂ.2000નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર ચાંદી એટલે કે સ્પોટ સિલ્વરનો ભાવ 52.18 ડોલર પ્રતિ ઔંસ છે.