વેપાર@દેશ: આજે સોનામાં 1300 રૂપિયાથી વધુનો ઉછાળો, ચાંદીમાં પણ આકર્ષક તેજી

 
ગોલ્ડ સિલ્વર
આજે કિંમતી ધાતુઓમાં જબરદસ્ત તેજી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

છેલ્લા કેટલાક દિવસોથી એમસીએક્સ બજારમાં ઉથલપાથલની સ્થિતિ વચ્ચે આજે ચાંદી અને સોનામાં ફરી એકવાર તેજી જોવા મળી છે. જેમાં ચાંદી ફરી એકવાર 225000 ની નજીક પહોંચી ગઈ છે, તો સોનું પણ દોઢ લાખને ક્રોસ કરી ગયું છે. વાયદા બજારમાં આજે કિંમતી ધાતુઓમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. વૈશ્વિક આર્થિક ડેટા અને નીચા બોન્ડ યીલ્ડના માહોલ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.

સોનાના વાયદાના બજારમાં ગઈકાલનો જૂનો બંધ ભાવ રૂ.149610 હતો, જે આજે વધીને નવા ઓપન ભાવ Rs.150851 પર ખૂલ્યો હતો. આમ સોનામાં કુલ રૂ.1389 નો ઉછાળો જોવા મળ્યો છે. માર્કેટમાં વધારા સાથે સોનું હાલમાં રૂ.150894 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે.બીજી બાજુ ચાંદીમાં પણ તેજીનો તદ્દન મજબૂત પ્રવાહ જોવા મળ્યો છે. ચાંદીનો જૂનો બંધ ભાવ રૂ.221233 હતો, જે વધીને આજે નવા ઓપન ભાવ રૂ.224096 પર ઓપન થઈને રેકોર્ડ તરફ આગળ વધ્યો હતો. ચાંદીમાં કુલ રૂ.3071 નો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે. હાલ ચાંદી રૂ.224269 ના સ્તરે પહોંચી ગઈ છે.