વેપાર@દેશ: સોનામાં રૂ.2,515ની તેજી, ચાંદી ફરી 1.50 લાખની સપાટી પાર
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લાં ઘણા દિવસથી સોના-ચાંદીમાં જોવા મળી રહેલા કડાકા બાદ આજે કિંમતી ધાતુઓમાં ધમાકેદાર રિકવરી જોવા મળી છે. તીવ્ર વેચવાલી બાદ બુલિયન માર્કેટમાં નીચલા સ્તરેથી ફરી ભારે ખરીદી નીકળતા સોના અને ચાંદી બંનેના ભાવમાં મજબૂત ઉછાળો નોંધાયો છે.સોનાના ભાવમાં ગઈકાલના બંધ સેશનથી લઈને આજના હાઈ સ્તર વચ્ચે બુલિશ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
ગઈકાલનો બંધ ભાવ 122,272 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, આજનો ઓપન ભાવ 124,300 રૂપિયા છે.ગઈકાલના બંધ ભાવ અને આજના સર્વોચ્ચ હાઈ સ્તરની તુલના કરીએ તો સોનું 2,515 રૂપિયા ઉછળ્યું છે.ચાંદીના ભાવમાં પણ મોટો રિકવરી જોવા મળી છે અને ચાંદીએ ફરી એકવાર 1.50 લાખ રૂપિયાની સાયકોલોજીકલ સપાટી કૂદાવી દીધી છે. ગઈકાલનો બંધ ભાવ 145,843 રૂપિયા પ્રતિ કિલો હતો.આજનો ઓપન ભાવ 151,676 રૂપિયા છે.ગઈકાલના બંધ ભાવ સામે આજના હાઈ સ્તરની તુલનામાં ચાંદી 6,292 રૂપિયા મોં.
કિંમતી ધાતુઓમાં અચાનક આવેલી આ તેજી પાછળ મુખ્ય ત્રણ વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર માનવામાં આવી રહ્યા છે. વેલ્યુ બાઈંગ અગાઉના સત્રોમાં સોનું-ચાંદી મલ્ટિ-મંથ લો (અનેક મહિનાના નીચલા સ્તરે) પહોંચી જતાં રોકાણકારો માટે નીચા ભાવે ખરીદી કરવાનો સોનેરી મોકો બન્યો હતો, જેથી બજારમાં જોરદાર લેવાલી નીકળી હતી.મિડલ ઈસ્ટમાં ભૂરાજકીય તણાવ : મધ્ય પૂર્વમાં વધતા રાજકીય અને સૈન્ય તણાવના કારણે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદીની માંગમાં વૈશ્વિક સ્તરે ફરી વધારો થયો છે. ભારતના સ્થાનિક બજારમાં નીચા ભાવનો લાભ લેવા માટે જ્વેલર્સ અને ગ્રાહકો તરફથી ખરીદીનું ભારે દબાણ જોવા મળ્યું છે.

