વેપાર@દેશ: દિવાળી પહેલાં સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના નવા રેટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે 31 ઓક્ટોબરે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ ઘટીને રૂ.142400 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં સોનાનો ભાવ રૂ.142250 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. અન્ય શહેરોમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં સોનાની કિંમતમાં રૂ.1300નો ઘટાડો નોંધાયો હતો. નજીકના સમયમાં સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે. આ અઠવાડિયે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં 2.9%નો ઘટાડો થયો છે.24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,42,400 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,30,540 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,30,390 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,42,250 છે.
હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,30,440 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,42,300 છે.બીજી કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. 31 ઓક્ટોબરની સવારે ચાંદીનો ભાવ રૂ.209900 પ્રતિ કિલોગ્રામ પર છે. એક દિવસ પહેલાં દિલ્હીના સરાફા બજારમાં ચાંદીના ભાવમાં રૂ.8300નો મોટો ઘટાડો થયો હતો, જેના કારણે તે લગભગ 11 મહિનાના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ હતી. આ વર્ષે જાન્યુઆરીમાં દેશમાં ચાંદીની કિંમત રૂ.400000 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ સિલ્વરનો ભાવ પ્રતિ ઔંસ $49 છે.

