વેપાર@દેશ: સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
ગોલ્ડ સિલ્વર
ચાંદી રૂ.1710 સસ્તી થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. MCX પર કીમતી ધાતુઓની શરૂઆત નબળા સ્તરે થઈ છે અને બંને ધાતુઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. MCX પર સોનાનો જૂનો બંધ ભાવ રૂ.1,54,381 હતો, જે આજે ઘટીને નવા ઓપન ભાવ રૂ.1,53,500 ના સ્તરે ખુલ્યો છે. સોનામાં આજે ઘટાડો નોંધાતા તે નીચામાં રૂ.1,53,050 સુધી ગયો હતો અને ઊંચામાં રૂ.1,54,059 સુધી પહોંચ્યો હતો. હાલ સોનાનો ભાવ રૂ.1,53,555 આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

આજે બજાર ખુલતા જ સોનું 1331 રૂપિયા સસ્તુ થયું હતું.સોનાની સાથેસાથે ચાંદીના વાયદા બજારમાં પણ ભારે નરમાઈ જોવા મળી છે. ચાંદીનો જૂનો બંધ ભાવ રૂ.2,41,603 હતો, જે ઘટીને નવા ઓપન ભાવ રૂ.2,40,004 ના સ્તરે ઓપન થયો હતો. કારોબાર દરમિયાન ચાંદી નીચામાં રૂ.2,39,893 અને ઊંચામાં રૂ.2,41,122 સુધી ગઈ હતી. હાલ ચાંદી રૂ.2,39,962 ના સ્તરે કારોબાર કરી રહી છે. ચાંદી આજે કુલ પ્રતિ કિલોએ 1710 રૂપિયા સસ્તી થઇ હતી.