વેપાર@દેશ: ભાઈ-બીજના પાવન અવસરે સોનાના ભાવમાં કડાકો, જાણો આજનો લેટેસ્ટ રેટ

 
ગોલ્ડ
ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ₹5,000નો ઘટાડો નોંધાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

આજે બુધવાર, 11 નવેમ્બર 2026ના રોજ સવારે બુલિયન્સના તાજા આંકડા મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ ₹142,350 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹130,488 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. બીજી તરફ, આજે ચાંદીનો ભાવ ₹188 પ્રતિ ગ્રામ અને ₹188,380 પ્રતિ કિલોગ્રામ રહ્યો છે.ગુડરિટર્ન્સના તાજા આંકડા અનુસાર, સમગ્ર દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,980 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે, જેમાં ₹7,100નો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ ₹1,30,150 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે, જેમાં ₹6,500નો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, આજે ચાંદીનો ભાવ ₹200 પ્રતિ ગ્રામ અને ₹2,00,000 પ્રતિ કિલોગ્રામ નોંધાયો છે. ચાંદીના ભાવમાં પ્રતિ ગ્રામ ₹5નો ઘટાડો, જ્યારે પ્રતિ કિલોગ્રામ ₹5,000નો ઘટાડો નોંધાયો છે.

ભારતમાં સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ ₹1,41,980 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,30,150 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,06,490 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.આજે એટલે કે બુધવાર, 11 નવેમ્બર 2026ના રોજ, ગુજરાતમાં સોનાના ભાવની વાત કરીએ તો 24 કેરેટ સોનાનો ભાવ ₹1,42,030 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનાનો ભાવ ₹1,30,200 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 18 કેરેટ સોનાનો ભાવ ₹1,06,540 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે.