વેપાર@દેશ: સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજનો લેટેસ્ટ ભાવ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
10 ઓક્ટોબર 2026 ના રોજ ભારતીય બજારમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે સમગ્ર દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,50,720 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ રૂ.1,38,160 પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. જે ગઈકાલની સરખામણીમાં આજે વધારો જોવા મળ્યો છે. ગુજરાતના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના સ્થાનિક બજારોમાં સામાન્ય તફાવત સાથે 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,50,770 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોના મોટા ઘટાડા બાદ સોનાના ભાવમાં હવે ધીમે-ધીમે વધારો આવી રહી છે.
ઘણીવાર ગ્રાહકોમાં સોનાની શુદ્ધતાને લઈને મૂંઝવણ હોય છે. 24 કેરેટ સોનું 99.9 ટકા શુદ્ધ માનવામાં આવે છે, જે અત્યંત નરમ હોય છે, તેથી તેમાંથી જટિલ ઘરેણાં બનાવવા મુશ્કેલ હોય છે. બીજી તરફ, 22 કેરેટ સોનામાં આશરે 91 ટકા સોનું હોય છે અને બાકીના ભાગમાં તાંબુ, ચાંદી કે જસત જેવી ધાતુઓ ભેળવવામાં આવે છે. આ મિશ્રણ સોનાને મજબૂતી આપે છે, જેથી તેમાંથી ટકાઉ અને સુંદર આભૂષણો બનાવી શકાય છે. બજારમાં મોટાભાગે 22 કેરેટ સોનાના ઘરેણાંની માંગ વધુ રહે છે.

