વેપાર@દેશ: છેલ્લા 4 દિવસમાં ચાંદી રૂ.7000 અને સોનું રૂ.2500 સસ્તું થયું

 
ગોલ્ડ
24 કેરેટ સોનું રૂ.150785 અને ચાંદી રૂ.228248ના સ્તરે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સ્થાનિક બુલિયન માર્કેટમાં  આજે સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહ્યા છે. 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ.1,540નો ઘટાડો થયો છે, જેના કારણે તેનો ભાવ રૂ.1,52,720 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. દાગીના માટે વપરાતા 22 કેરેટ સોનાની કિંમત રૂ.1,420 ઘટીને રૂ.1,39,990 પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયગાળામાં ચાંદી લગભગ 7000 રૂપિયા અને સોનું લગભગ 2500 રૂપિયા સસ્તું થયું છે. 24 કેરેટ સોનું રૂ.150785 રૂપિયા અને ચાંદી રૂ.228248 રૂપિયાના સ્તરે આવી ગઈ છે.


સપ્ટેમ્બર મહિનામાં સોનાના સ્થાનિક બજારમાં એકંદર મંદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં મહિના દરમિયાન ભાવમાં 0.92% સુધીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. 25 સપ્ટેમ્બર 2026 ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,52,670 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનાનો રેટ રૂ.1,39,940 પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદ અને રાજકોટમાં પણ સપ્ટેમ્બર મહિના દરમિયાન સોનાના ભાવમાં એકંદર નરમાઈ જોવા મળી છે. 25 સપ્ટેમ્બર 2026 ના રોજ અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ.1,52,720 પ્રતિ 10 ગ્રામ અને રાજકોટમાં પણ સમાન ભાવ જોવા મળ્યો છે. દિલ્હીના સ્થાનિક બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ.5,000 નો તીવ્ર ઘટાડો નોંધાયો છે, જેના કારણે 1 કિલો ચાંદીનો ભાવ રૂ.2.37 લાખના સ્તરે આવી પહોંચ્યો છે