વેપાર@દેશ: સોના અને ચાંદીમાં ફરી એકવાર જોરદાર તેજી, સોનું રૂ.1615 અને ચાંદી રૂ.3879 મોંઘી થઈ

 
ગોલ્ડ
એક જ દિવસમાં સોનામાં કુલ 1615 રૂપિયાનો તગડો વધારો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

વૈશ્વિક અને સ્થાનિક બુલિયન માર્કેટમાં કિંમતી ધાતુઓની માગ વધતા સોના અને ચાંદીના ભાવોમાં ફરી એકવાર જોરદાર તેજી જોવા મળી રહી છે. આજે કારોબારી સત્ર દરમિયાન સોના અને ચાંદી બંને ધાતુઓમાં મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે સોનું રૂ.1615 અને ચાંદી રૂ.3879 મોંઘી થઈ છે. સોનાના ભાવમાં આજે શરૂઆતથી જ મજબૂતી જોવા મળી હતી. જૂના ક્લોઝિંગ ભાવ 142552 રૂપિયા સામે આજે નવું ઓપનિંગ 143562 રૂપિયા પર થયું હતું. દિવસ દરમિયાન બજારમાં નવી લેવાલી નીકળતા સોનાનો ભાવ વધીને 144167 રૂપિયાની ઊંચી સપાટી સુધી પહોંચી ગયો હતો. જ્યારે દિવસનું નીચલું સ્તર 143562 રૂપિયા રહ્યું હતું. એક જ દિવસમાં સોનામાં કુલ 1615 રૂપિયાનો તગડો વધારો નોંધાયો છે.

બીજી તરફ ચાંદીના ભાવમાં પણ મોટો ધમાકો જોવા મળ્યો છે. ચાંદીનું જૂનું ક્લોઝિંગ 185100 રૂપિયા હતું, જે આજે 188600 રૂપિયાના ભાવે ખુલ્યું હતું. બજારમાં માગ વધવાને કારણે ચાંદીનો ભાવ વધીને 188979 રૂપિયાની સપાટીએ પહોંચી ગયો હતો. દિવસ દરમિયાન ચાંદીનું નીચલું સ્તર 187917 રૂપિયા રહ્યું હતું. બજાર ખુલતાં જ કારોબારની વચ્ચે ચાંદીમાં કુલ 3879 રૂપિયાનો જંગી વધારો જોવા મળ્યો હતો.