વેપાર@દેશ: સોના-ચાંદીની ચમક વધુ ફીકી પડી, 18 કેરેટ સોનું રૂ.1 લાખથી નીચે પહોંચ્યું

 
ગોલ્ડ
ચાંદી 10 દિવસમાં કુલ રૂ.25,100 સસ્તી થઈ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં સોના-ચાંદીની ચમક વધુ ફીકી પડી છે. 18 કેરેટનું 10 ગ્રામ સોનું હવે રૂ.1 લાખથી પણ નીચે આવી ગયું છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સોનાના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો છે. આ 6 દિવસમાં 24 કેરેટના 10 ગ્રામ સોનામાં રૂ.12,060 અને 22 કેરેટના સોનામાં રૂ.11,060નો ઘટાડો થયો છે. આજના 21 નવેમ્બરના ભાવની વાત કરીએ તો દેશની રાજધાની દિલ્હીમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે.24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,25,710 છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,15,240 છે.

મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,15,090 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ.1,25,560 છે.અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,15,140 છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામચાંદીની વાત કરીએ તો ઔદ્યોગિક માંગમાં આવેલી સુસ્તી વચ્ચે છેલ્લા 10 દિવસમાં 1 કિલો ચાંદી રૂ.25,100 સસ્તી થઈ છે. એક દિવસ સ્થિર રહ્યા બાદ આજે સતત ચોથા દિવસે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

આજના ઘટાડા સાથે ચાંદી 10 દિવસમાં કુલ રૂ.25,100 સસ્તી થઈ છે. જેમાંથી આજે જ રૂ.100નો ઘટાડો થયો છે. આ 10 દિવસ દરમિયાન 4 દિવસ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નહોતો. હાલમાં દિલ્હીમાં 1 કિલો ચાંદીનો ભાવ રૂ.1,74,900 છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા અન્ય મોટા શહેરોમાં પણ ચાંદી આ જ ભાવે વેચાઈ રહી છે.