વેપાર@દેશ: સોનું ફરી એકવાર ઉછળીને 1,53,000ને વટાવી ગયું, જાણો ચાંદી કેટલી મોંઘી થઈ?

 
ગોલ્ડ
ચાંદી 10000 રૂપિયાથી વધુ મોંઘી થઈ

અટલ સમાચાર ડોટ કોમ, દેશ

સોના-ચાંદીના વાયદા બજારમાં તેજી જોવા મળી રહી છે. ગઇકાલે અને આજના લેટેસ્ટ ભાવનું આકલન કરીને ચાંદી 10000 રૂપિયાથી વધુ મોંઘી થઈ ચૂકી છે અને ફરી એકવાર 240000ની સપાટીને ક્રોસ કરી ચૂકી છે.સોનું ફરી એકવાર ઉછળીને 153000 ની સપાટીને વટાવી ગયો છે. ગઇકાલે ચાંદી એક સમયે 230221 ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. પછી તેમાં તેજીનો માહોલ જળવાતા તે 239300 રૂપિયાના હાઈલેવલે પહોંચી ગઇ હતી. આજે સવારે ચાંદી ખુલતાની સાથે ફરી એકવાર 240000ના લેવલને ક્રોસ કરી ગઈ હતી. ચાંદીમાં બે દિવસના કુલ ઉછાળાની વાત કરીએ તો 10140 રૂપિયા મોંઘી થઈ ચૂકી છે.

આજે ચાંદીમાં 2156 નો ઉછાળો આવ્યો છે.બીજી બાજુ સોનાની વાત કરીએ સોનું ગઈકાલે એક સમયે દોઢ લાખની સપાટી ગુમાવવાની નજીક પહોંચી ગયો હતો. ગઈકાલે સોનાએ 150483 નું લૉ લેવલ બનાવ્યું હતું. જોકે પછી રાત સુધીમાં તેજી આવતા સોનું ફરી એકવાર 152981 રૂપિયા પર ક્લૉઝ થયો હતો. જોકે આજે ખુલતાની સાથે 153637 રુપિયાના હાઈ પર પહોંચી ગયો હતો. સોનામાં ગઈકાલથી આજ સુધીમાં કુલ 3154 રૂપિયાનો કુલ ઉછાળો આવી ચૂક્યો છે.