વેપાર@દેશ: સોનામાં આવેલી તેજીમાં વાગી બ્રેક, ચાંદીમાં 1,000 રૂપિયાનો ઉછાળો

 
ગોલ્ડ
ચાંદીમાં 1,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સોનામાં આવેલી વાવાઝોડા રૂપી તેજીને બુધવારે બ્રેક વાગી હતી. સોનામાં 2,500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. આ સાથે જ સોનું સરકીને સીધું 99,000 રૂપિયાના ભાવે આવી ગયું હતું. લગ્નગાળામાં સોનું ખરીદવા માંગતા પરિવારો માટે તે આંશિક રાહતના સમાચાર રહ્યા હતા. બીજી બાજુ સોનાની ઘટયા ભાવે ખરીદી કરવાની રાહ જોઇને બેઠેલા રોકાણકારો પણ આ તબક્કે સોનામાં રોકાણ કરવા અંગેનો નિર્ણય લેવા વિચારતા થયા હતા. આજે ચાંદીમાં 1,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. એક કિલો ચાંદીનો ભાવ 97,500 રૂપિયા રહ્યો હતો.

વૈશ્વિક બજારમાં પણ સોનાનામ ભાવ બુધવારે તૂટયા હતા. 126 ડોલર ઘટીને સોનું 3,329 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 31 સેંન્ટ વધીને 32.98 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સ્ઝ્રઠ બજારમાં સોનામાં જુન માસનો વાયદો 1,714 રૂપિયા તૂટીને 10 ગ્રામ સોનાનો ભાવ 95,626 રૂપિયા થયો હતો. જ્યારે ચાંદીમાં મે માસનો વાયદો 281 રૂપિયા વધીને 96,160 રૂપિયા કિલો ચાંદી થઇ હતી. કોમેક્સ સોનામાં 75.40 ડોલર ઘટીને સોનું 3,344 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદીમાં 0.55 સેંન્ટ ઘટીને ચાંદી 32,850 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોના-ચાંદી બજારના વેપારીઓના જણાવ્યા મુજબ માણેકચોક બજારમાં હોલસેલમાં વેપાર થાય છે હાલ વેપારીઓની ખરીદી 60 ટકા સુધીની ઘટી જવા પામી છે. લાખ રૂપિયે 10 ગ્રામ સોનાનો ભાવ થતા જ તેની સીધી અસર સામાન્ય વર્ગની ખરીદી પર પડયો છે.