વેપારઃ Paytmએ નવી ટેક્નોલોજી શોધી, પેમેન્ટ કરવું થશે એકદમ સરળ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક ડિજિટલ પેમેન્ટ પ્રોવાઈડર પેટીએમએ પેમેન્ટ માટે એક નવી ટેક્નોલોજી શોધી છે જેથી વેપારીઓની સુરક્ષા વધારી શકાય. કંપનીએ ઓલ-ઈન-વન પીઓએસ ડિવાઈસ, ક્યૂઆર, પેટીએમ ફોર બિઝનેસ અને પેટીએમ બિઝનેસ ખાતા રજૂ કર્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે પેટીએમ મોટા અને નાના બિઝનેસ બંને પેમેન્ટની સુવિધા આપે છે. અત્યાર સુધી પેટીએમ આશરે 1 કરોડ 60 લાખ
 
વેપારઃ Paytmએ નવી ટેક્નોલોજી શોધી, પેમેન્ટ કરવું થશે એકદમ સરળ, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક

ડિજિટલ પેમેન્ટ પ્રોવાઈડર પેટીએમએ પેમેન્ટ માટે એક નવી ટેક્નોલોજી શોધી છે જેથી વેપારીઓની સુરક્ષા વધારી શકાય. કંપનીએ ઓલ-ઈન-વન પીઓએસ ડિવાઈસ, ક્યૂઆર, પેટીએમ ફોર બિઝનેસ અને પેટીએમ બિઝનેસ ખાતા રજૂ કર્યા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે પેટીએમ મોટા અને નાના બિઝનેસ બંને પેમેન્ટની સુવિધા આપે છે. અત્યાર સુધી પેટીએમ આશરે 1 કરોડ 60 લાખ પાર્ટનર્સથી જોડાયું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પેટીએમ ફોર બિઝનેસ એપ નાના અને મોટા બિઝનેસમેન માટે પેમેન્ટ ઓપ્શનને સરળ બનાવે છે. આ માટે ડિજિટલ પેમેન્ટને અપનાવીને બેન્ક અકાઉન્ટ, UPI એડ્રેસેઝ અને પેટીએમ વોટેલમાં બલ્ક પેમેન્ટ અને ટ્રેકિંગ કરી શકાય છે. આ B2B and B2C બંને પ્રકારના પેમેન્ટને સરળ બનાવે છે. આ થકી વેન્ડર્સ, કર્મચારીઓના ભથ્થા અને રિવોર્ડ કે રિફંડનું પેમેન્ટ કરી શકાય છે.

પેટીએમ બિઝનેસ ખાતાને પણ પેટીએમ ફોર બિઝનેસ એપને ઈન્ટીગ્રેટ કરવામાં આવ્યું છે. જેના થકી બીજા અન્ય પ્રકારના કામ પણ કરી શકાય છે. જેવા કે પેમેન્ટ ડેટ સેટ કરવી, ઓટોટેડ રિમાઈન્ડર્સ સેટ કરવું અને મોબાઈલ ઉપર પેમેન્ટ નોટીફિકેશન મેળવવું. પેટીએમ બિઝનેસ ખાતા થકી રિપોર્ટ પણ ડાઉનલોડ કરી શકાય છે. ડેલી સેલ્સને ટ્રેક કરી શકાય છે. કોઈપણ એડિશનલ કોસ્ટ થકી UPI અને વોલેટ થકી પેમેન્ટ કલેક્ટ કરી શકાય છે.

પેટીએમ પીઓએસ ઓલ-ઈન-વન એન્ડ્રોઈડ હેડહેલ્ડ ડિવાઈસ છે. આ વેપારીઓને કોઈપણ યુપી આધારીત એપ, પેટીએમ વોલેટ, કેશ અને રુપે કાર્ડ થકી પેમેન્ટ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ડિવાઈસ એન્ડ્રોઈડ ટેક્નોલોજીથી સજજ છે. આમા બિલ્ટ-ઈન ક્લાઉડ સોફ્ટવેર છે જેનાથી અપડેટ અને નોટિફિકેશન મળશે. પેમેન્ટ લેવા ઉપરાંત મર્ચેન્ટ્સ POS ડિવાઈસથી GST કોમ્પલિએન્ટ બિલ્સ પણ જનરેટ કરી શકે છે. પેટીએમ ફોર બિઝનેસ એપ થકી ટ્રાન્જેક્શન્સ અને સેટલમેન્ટ મેનેજ કરી શકાય છે.