આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, ડેસ્ક

જો તમારું ખાતું PNB બેંકમાં છે તો તમારા માટે આ વાત કામની છે. પીએનબીએ બેંકના ગ્રાહકોને ટ્વિટ કરીને અપડેટ કર્યા છે અને કહ્યું છે કે તેઓ 31 માર્ચ પહેલાં જ નવી ચેકબુક, નવો આઈએફસી કોડ અને એમઆઈસીઆર કોડ લઈ લે. 1 એપ્રિલથી આ નિયમો બદલાઈ રહ્યા છે. 31 માર્ચ બાદ જૂના કોડ કામ કરશે નહીં. તમે રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યા છો તો તમારે બેંકથી નવો કોડ લેવાનો રહે છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

1 ફેબ્રુઆરીથી પીએનબીના ગ્રાહકો અન્ય એટીએમ મશીનથી રૂપિયા કાઢી શકશે નહીં. પીએનબીએ દગાખોરીથી ગ્રાહકોને બચાવવા માટે આ પગલું લીધું છે. નોન ઈએમવી એટીએમ કે બિન ઈએમવી એટીએમમાં કાર્ડનો ઉપયોગ કર્યા બાદ લેનદેનના સમયે કરી શકાતો નથી. તેને શરૂઆતમાં એક કાર્ડને એક વાર સ્વેપ કરવાનું રહે છે. આ મશીનમાં કાર્ડની મેગ્નેટિક પટ્ટીની મદદથી કામ થાય છે. આ સમયે ઈએમવી મશીનમાં કાર્ડ થોડા સમય માટે લોક પણ રહે છે. 1 એપ્રિલ 2020થી સરકારે PNB, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાનું મર્જર કર્યું હતું. પીએનબીમાં મર્જર થયા બાદ યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સની દરેક શાખાઓ હવે PNBની શાખાના રૂપમાં કામ કરી રહી છે. બેંકની 11000થી વઘારે શાખાઓ અને 13000થી વધારે એટીએમ કામ કરી રહ્યા છે.

PNBએ શનિવારે સોશ્યલ મીડિયા પર ટ્વિટરની મદદથી તેની જાણકારી આપી છે. બેંકે કહ્યું છે કે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયાની જૂની ચેકબુક અને IFSC/MICR Code 31 માર્ચ સુદી કામ કરશે. એટલે કે 1 એપ્રિલથી બેંકથી નવા કોડ અને ચેકબુક લેવાની રહેશે. ગ્રાહક વધારે જાણકારી માટે 18001802222/18001032222 આ ટોલ ફ્રી નંબરની મદદ લઈ શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code