ધાંધીયા@તંત્રઃ સર્વર ખોટકાતાં તહેવારોમાં જ હક્કનું અનાજ અધ્ધરતાલ

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં એપીએલ-બીપીએલ કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનેથી પોતાના હક્કનું રાશન મેળવી શકતા નથી. છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાઈ પડ્યું છે. આમછતાં પુરવઠો ગરીબ લોકો સુધી પહોંચાડવામાં પુરવઠા ખાતાની હરકત દેખાઈ આવતી નથી. જોકે, તંત્રની બેફીકરાઈથી દુકાનધારકો અને કાર્ડધારકો વચ્ચે ગરમા-ગરમ રકઝક સર્જાઈ રહી છે. આથી થાકી-કંટાળી સસ્તા અનાજના દુકાનદારો કાયમ માટે
 
ધાંધીયા@તંત્રઃ સર્વર ખોટકાતાં તહેવારોમાં જ હક્કનું અનાજ અધ્ધરતાલ

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં એપીએલ-બીપીએલ કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનેથી પોતાના હક્કનું રાશન મેળવી શકતા નથી. છેલ્લા ત્રણ દિવસથી સર્વર ખોટકાઈ પડ્યું છે. આમછતાં પુરવઠો ગરીબ લોકો સુધી પહોંચાડવામાં પુરવઠા ખાતાની હરકત દેખાઈ આવતી નથી. જોકે, તંત્રની બેફીકરાઈથી દુકાનધારકો અને કાર્ડધારકો વચ્ચે ગરમા-ગરમ રકઝક સર્જાઈ રહી છે. આથી થાકી-કંટાળી સસ્તા અનાજના દુકાનદારો કાયમ માટે સમસ્યા ઉકેલવા આંદોલનના માર્ગે જવાની તૈયારીમાં લાગ્યા છે.

ધાંધીયા@તંત્રઃ સર્વર ખોટકાતાં તહેવારોમાં જ હક્કનું અનાજ અધ્ધરતાલ

ગુજરાત રાજ્યભરમાં દિવાળીના રાષ્ટ્રીય તહેવારોના સમયે પુરવઠો મેળવવાની ઓનલાઈન પ્રક્રિયામાં વિક્ષેપ પડ્યો છે. સર્વર ધીમું પડી જતાં રાશન મેળવવાની પ્રક્રિયા હાલમાં સ્થગિત પડી ગઈ છે. આથી દુકાનદારો અને રાશનકાર્ડ ધારકો આગબબૂલા બની ગયા છે. જો આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ નહી આવે તો આગામી સમયમાં આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. મહેસાણા જિલ્લાના દુકાનદારો સોશ્યલ મિડીયા મારફત મેસેજ મોકલી રહ્યા છે કે, રાજ્યભરમાં આવેદનપત્રો મારો કરાશે તેમ છતાં સમસ્યા ઉભી રહેશે તો પ્રતિક ઉપવાસનું હથિયાર ઉપાડવામાં આવશે.

ધાંધીયા@તંત્રઃ સર્વર ખોટકાતાં તહેવારોમાં જ હક્કનું અનાજ અધ્ધરતાલ

દુઃખદ બાબત એવી છે કે તાલુકા-જિલ્લા પુરવઠા અધિકારીઓ પણ આ બાબતે મૌન સેવી બેઠા હોવાથી તહેવારોમાં ગરીબો સુધી અનાજ પહોંચી શકતું નથી. કામ-ધંધો મુકી લોકો દુકાને પહોંચે ત્યારે સર્વર ડાઉનની સ્થિતિ જોઈ ભારે નિરાશા સાથે રોષ જોવા મળી રહ્યો છે.

રાજ્ય FPS એસોસીએશન દ્વારા પુરવઠા મંત્રીને રજૂઆત કરાઈ

ત્રણ દિવસથી સસ્તા અનાજ વિતરણની પ્રક્રિયા ઠપ્પ થઈ જતાં રાજ્ય ફેર પ્રાઈઝ શોપ એસોસીએશનના પ્રમુખ મહિપતસિંહ ગોહિલ દ્વારા રાજ્યકક્ષાના પુરવઠા મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને રજૂઆત કરવામાં આવી છે. મંત્રી દ્વારા આ બાબતે નિરાકરણની વિભાગને સૂચના પણ આપી દેવામાં આવી છે તેવું જાણવા મળી રહ્યું છે.