વેપારઃ ખુશખબર મ્યુચ્યુઅલ ફંડથી કમાણી કરનારાને મળી શકે છે આ ટેક્સથી રાહત

અટલ સમાચાર, ડેસ્ક છેલ્લા બે વર્ષોથી ઇક્વિટી માર્કેટ જે લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે કે LTCGથી પરેશાન છે તેનાથી બજેટમાં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ સરકાર બજેટમાં કેટલીક શરતોની સાથે LTCGનો પ્રભાવી દર શૂન્ય કરી શકે છે. સૂત્રો મુજબ, બજેટમાં LTCGમાં મોટી છૂટ આપતાં સરકાર ઇક્વિટી અને નૉન ઇક્વિટી
 
વેપારઃ ખુશખબર મ્યુચ્યુઅલ ફંડથી કમાણી કરનારાને મળી શકે છે આ ટેક્સથી રાહત

અટલ સમાચાર, ડેસ્ક

છેલ્લા બે વર્ષોથી ઇક્વિટી માર્કેટ જે લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ એટલે કે LTCGથી પરેશાન છે તેનાથી બજેટમાં મોટી રાહત મળી શકે છે. સીએનબીસી-આવાજને મળેલી એક્સક્લૂસિવ જાણકારી મુજબ સરકાર બજેટમાં કેટલીક શરતોની સાથે LTCGનો પ્રભાવી દર શૂન્ય કરી શકે છે.

સૂત્રો મુજબ, બજેટમાં LTCGમાં મોટી છૂટ આપતાં સરકાર ઇક્વિટી અને નૉન ઇક્વિટી પ્રોડક્ટ પર મોટી રાહત આપી શકે છે. બજેટમાં મ્યુચ્યુઅલ ફંડ્સ રિઅલ એસ્ટેટને પણ મોટી રાહતની શક્યતા છે. સૂત્રો મુજબ બજેટમાં લૉન્ગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સના મોર્ચે મોટી જાહેરાત થઈ શકે છે. તેના માટે મુસદ્દો પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રો મુજબ, LTCG Tax હેઠળ એક વર્ષની સમય મર્યાદા વધારીને 3 વર્ષ કરવા અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. એક વર્ષ સુધી માત્ર 15 ટકા LTCGની જોગવાઈ હોઈ શકે છે. 1-3 વર્ષ સુધી 10 ટકા LTCG રાખી શકાય છે અને એક લાખ રૂપિયા સુધીની કમાણી ટેક્સ ફ્રી કરવામાં આવી શકે છે. ત્રણ વર્ષથી વધુની અવધિ પર કોઈ LTCG નહીં લગાવવાના નિર્ણયની શક્યતા છે.