વેપારઃ RBIએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની આ સેવા માટે આજથી નવો નિયમ જાહેર કર્યો

અટલ સમાચાર, ડેસ્ક બેંકિગ વ્યવહારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંકે 1 ઓક્ટોબર, 2021થી ઓટો ડેબિટિંગ માટે એક નવો નિયમ ફરજીયાત કર્યો છે. આરબીઆઈ (RBI)ના નવા આદેશ અનુસાર, તેની સાથે જોડાયેલી વિવિધ સેવાઓ જેમ કે યુટિલિટી બિલ, ફોન રિચાર્જ, ડીટીએચ અને ઓટીટી પેમેન્ટ્સ માટે ઓટોમિક્સ રિકરિંગ પેમેન્ટ નહીં હોય. કારણ કે કોઇ પણ નાણાકીય વ્યવહાર
 
વેપારઃ RBIએ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની આ સેવા માટે આજથી નવો નિયમ જાહેર કર્યો

અટલ સમાચાર, ડેસ્ક

બેંકિગ વ્યવહારોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભારતીય રિઝર્વ બેંકે 1 ઓક્ટોબર, 2021થી ઓટો ડેબિટિંગ માટે એક નવો નિયમ ફરજીયાત કર્યો છે. આરબીઆઈ (RBI)ના નવા આદેશ અનુસાર, તેની સાથે જોડાયેલી વિવિધ સેવાઓ જેમ કે યુટિલિટી બિલ, ફોન રિચાર્જ, ડીટીએચ અને ઓટીટી પેમેન્ટ્સ માટે ઓટોમિક્સ રિકરિંગ પેમેન્ટ નહીં હોય. કારણ કે કોઇ પણ નાણાકીય વ્યવહાર આગળ વધતા પહેલા તેમાં એડિશનલ ફેક્ટર ઑફ ઓથેન્ટિકેશન (AFA) હોવું જરૂરી છે. જેથી સુરક્ષા જળવાઇ રહે.

આ નવા નિયમની અમલવારીની તારીખ ઘણી વખત પાછળ ઠેલવવામાં આવી હતી. કારણે દિગ્ગજ બેંકો HDFC, ICICI, SBIએ આ નવા નિયમનું પાલન શરૂ કર્યું ન હતું. જેના કારણે આરબીઆઇને 6 મહિના સુધી સમયમર્યાદા વધારવાની ફરજ પડી હતી. અહીં અમે તમને નવા નિયમ વિશે મહત્વની પાંચ વાતો જણાવવા જઇ રહ્યા છીએ. RBIના નવા આદેશ અનુસાર, તમારી બેંકે ગ્રાહકને ડેબિટના 24 કલાક પહેલા એક પ્રી-ડેબિટ નોટિફિકેશન મોકલવાની રહેશે. આ નોટિફિકેશન અગાઉ મોકલવામાં આવશે, જેથી ગ્રાહક પેમેન્ટ સ્વીકારવા અને તપાસ કરવા માટે સમય મેળવી શકે, કારણ કે ખાતાધારની મંજૂરી વગર બેંક વ્યવહારને મંજૂર કરશે નહીં.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

નવા નિયમ અનુસાર ગ્રાહકે માત્ર એક જ વખત રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. આ શરૂઆતી ટ્રાન્જેક્શનમાં ઓથેન્ટિકેશનની જરૂરિયાત પડે છે. ત્યાર બાદ ગ્રાહકો AFA વગર જ ભવિષ્યના ટ્રાન્જેક્શન કરી શકે છે. જો રિકરિંગ પેમેન્ટ રૂ.5000થી વધુ હોય તો આરબીઆઇના નવા નિયમ અનુસાર, બેંકે ટ્રાન્જેક્શન પહેલા ગ્રાહકને વન-ટાઇમ પાસવર્ડ મોકલવાનો રહેશે. અનુકુળતા માટે કોઇ પણ બેંકનો ગ્રાહક આદેશ અથવા કોઇ પણ ચોક્કસ વ્યવહારમાંથી બહાર નીકળી શકે છે. તમે પ્રી-ડેબિટ નોટિફિકેશનના ઉપયોગથી આમ કરી શકો છો, જેમાં એક લિંક હશે. જેના દ્વારા તમે એક પોર્ટલ પર જઇને સ્ટેપ-બાય-સ્ટેપ આ પ્રક્રિયા અનુસરી શકો છો. આપને જણાવી દઇએ કે આ નિયમ તમારા પૈસા અને ખાતાની સુરક્ષા માટે લાવવામાં આવ્યો છે. મ્યૂચ્યુઅલ ફંડ્સ, એસઆઇપી અથવા લોન માટે માસિક હપતા માટે કરવામાં આવતો બેંક ખાતાનો ઉપયોગ વગેરે કોઇ પણ બાબતો આ નવા નિયમથી પ્રભાવિત થશે નહીં.