આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, ડેસ્ક

દરેક વ્યક્તિ કોઈને કોઈ જગ્યાએ રોકાણ કરી કે બચત કરીને પોતાના ભવિષ્યની સુરક્ષા અંગે વિચારે છે. તેવામાં બચત ખાતું હોવાના પણ ઘણા ફાયદાઓ છે. લિક્વિડીટી, વ્યાજની આવક, નાણાની સુરક્ષા અને બચત ખાતા અને ફિક્સ ડિપોઝીટ વચ્ચે ઓટો સ્વિપ સુવિધાના કારણે વધારાની કમાણી વગેરે દ્વારા તમે તમારા નાણા પર રિટર્ન અને સુરક્ષા બંને મેળવી શકો છો. હાલ બેંક બજારના આંકડાઓ અનુસાર ઘટી રહેલા વ્યાજ દર વચ્ચે નાની ફાઇનાન્સ બેંકો ઊંચા વ્યાજ દર ઑફર કરી રહી છે. તો અહીં અમે તમને જણાવશું બચત ખાતાઓ પર ઊંચા વ્યાજ દર ઓફર કરતી પાંચ ટોચની બેંકો વિશે.

નવા રિટેલ ગ્રાહકો મેળવવા માટે સ્મોલ ફાઇનાન્સ બેંકો ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકોની સરખામણીમાં બચત ખાતા પર ઊંચા વ્યાજ દર ઓફર કરી રહી છે. તમારે એવી બેંક પસંદ કરવી જોઇએ જે લાંબો રેકોર્ડ ધરાવતી હોય, સારી સર્વિસ પ્રદાન કરે, તમારા શહેર કે વિસ્તારમાં તે બેંકની એટીએમ સેવી ઉપલબ્ધ હોય અને બચત ખાતા પર સારો વ્યાજ દર પણ આપતી હોય.

ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક : ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક બચત ખાતા પર 7 ટકા વ્યાજ દર આપી રહી છે. તમામ સ્મોલ ફાઇનાન્સ બેંકની સરખામણીએ આ બેંક સૌથી વધુ વ્યાજ દર તેના ખાતા ધારકોને પ્રદાન કરે છે.

AU સ્મોલ ફાઇનાન્સ બેંક : AU સ્મોલ ફાઇનાન્સ બેંક બચત ખાતા ધારકોને 7 ટકા વ્યાજ દર આપી રહી છે. જોકે, બચત ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ રૂ. 2000થી રૂ. 5000 હોવું જરૂરી છે.

ઈક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક: ઈક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક 7 સુધીનો વ્યાજ દર બચત ખાતા પર આપી રહી છે. આ બેંકમાં પણ ખાતાધારકના ખાતામાં સરેરાશ માસિક બેલેન્સ રૂ. 2500થી રૂ. 5000 હોવું જરૂરી છે.

DCB બેંક: પ્રાઇવેટ સેક્ટરની ડીસીબી બેંક બચત ખાતા ધારકો માટે 6.75 ટકા વ્યાજ દર આપે છે. આપને જણાવી દઇએ કે પ્રાઇવેટ સેક્ટરની તમામ બેંકોની સરખામણીએ આ બેંક શ્રેષ્ઠ વ્યાજદર આપે છે. માસિક બેલેન્સ રૂ. 2500થી રૂ. 5000 હોવું જરૂરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક: સુર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક પણ બચત ખાતા પર 6.25 ટકા સુધીનો વ્યાજ દર પ્રદાન કરી રહી છે. જોકે, ખાતાધારકો માટે સરેરાશ માસિક રકમ રૂ. 2000 હોવી જરૂરી છે.

આપને જણાવી દઇએ કે ડેટા કમ્પાઇલેશન માટે BSEમાં લીસ્ટેડ તમામ સ્મોલ ફાઇનાન્સ બેંકો અને પ્રાઇવેટ બેંકોના બચત ખાતા પર વ્યાજ દરને ધ્યાનમાં રાખવામાં આવે છે. બેંકબજારે 15 સપ્ટેમ્બર, 2021 સુધીના આંડકાઓને કમ્પાઈલ કર્યા છે. જોકે, જે બેંકોની વેબસાઇટ પર ડેટા નહોતા તેને ધ્યાનમાં લેવામાં આવી નથી. નિયમિત બચત ખાતા માટે ન્યૂનત્તમ બેલેન્સની જરૂરિયાતો અને બેઝિક બેંક ડિપોઝિટ ખાતાને બાદ કરતા ગણવામાં આવે છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code