વેપારઃ આ બે ઈ-કૉમર્સ કંપનીઓ 2 લાખ લોકોને નોકરીની ઓફર કરશે

અટલ સમાચાર, ડેસ્ક ભારતમાં નવરાત્રી અને દિવાળીના તહેવારની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે બેરોજગાર લોકો માટે ઈ-કૉમર્સ કંપનીઓ મોટાપાયે નોકરીઓ ઓફર કરવા જઈ રહી છે. એક તરફ મંદીના નામે નોકરીઓમાંથી છટણી થઈ રહી છે ત્યારે ઈ કોમર્સ સેક્ટર યુવાનો માટે આશાનું કિરણ લઈને આવી રહ્યું છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક
 
વેપારઃ આ બે ઈ-કૉમર્સ કંપનીઓ 2 લાખ લોકોને નોકરીની ઓફર કરશે

અટલ સમાચાર, ડેસ્ક

ભારતમાં નવરાત્રી અને દિવાળીના તહેવારની સીઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે બેરોજગાર લોકો માટે ઈ-કૉમર્સ કંપનીઓ મોટાપાયે નોકરીઓ ઓફર કરવા જઈ રહી છે. એક તરફ મંદીના નામે નોકરીઓમાંથી છટણી થઈ રહી છે ત્યારે ઈ કોમર્સ સેક્ટર યુવાનો માટે આશાનું કિરણ લઈને આવી રહ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

એક અનુમાન અનુસાર કોરોના મહામારીના કારણે આગામી તહેવારો માટે બજાર કરતા ઓનલાઇન શોપિંગનો ટ્રેન્ડ વધુ જોવા મળે તેમ અંદાજ લગાવાઈ રહ્યો છે. સેલ્સને વધારવા માટે ફ્લિપકાર્ટ અને એમેઝોન મોટાપાયે ભરતીઓ કરવા જઈ રહી છે. એક અંદાજ મુજબ દેશમાં આશરે બે લાખ લોકોને નોકરીઓ ઓફર થઈ શકે છે.

અમેઝોનએ ભારતમાં એક લાખ પરમનેન્ટ અને ટેમ્પરરી બેસિસ જોબ આપવાની જયારે ફ્લિપકાર્ટએ ઑક્ટોબરથી 70,000 લોકોને રોજગારી આપવાની વાત કરી છે. લોજિસ્ટિક્સ કંપનીઓ પણ ભરતીમેળામાં પાછળ નહિ રહે ઇકોમ એક્સપ્રેસએ 30,000 લોકોની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. કોરોનાકાળમાં ઇકોમર્સ કંપનીઓએ વેપારમાં વધારો થયો છે. આ કંપનીઓ માટે ડિલિવરીનું કામ કરતી ઇકોમ એક્સપ્રેસએ પણ કર્મચારીઓની જરૂર વધી હોવાનું જણાવ્યું છે.