વેપારઃ 21 એપ્રિલે સોના-ચાંદીના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ

અટલ સમાચાર, ડેસ્ક
ઓગસ્ટ 2020 દરમિયાન સોનાની કિંમત એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા સુધી પહોંચી હતી. આજે સવારે એમસીએક્સ પર સોનું પ્રતિ 10 ગ્રામ 52,524 રૂપિયા જોવા મળ્યું હતું. એટલે કે સોનું હજુ રેકોર્ડ કિંમતથી 3,676 રૂપિયા સસ્તું મળી રહ્યું છે. 24 કેરેટ સોનાના આભૂષણોમાં 999 લખ્યું હોય છે, જ્યારે 23 કેરેટ સોના પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ શુદ્ધ સોના પર 750 લખ્યું હોય છે. 24 કેરેટ સોનું લગભગ 99.9% શુદ્ધ હોય છે જ્યારે 22 કેરોટ સોનું 91 ટકા શુદ્ધ હોય છે. 22 કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે 24 કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાર્કિંગ થાય છે.
છેલ્લા બે દિવસથી ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ સોના અને ચાંદીની કિંમત (માં નરમાઈ જોવા મળી રહી છે. આજે પણ એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, સોનું તેની રેકોર્ડ કિંમત (Gold record price)થી ઘણું દૂર છે. સવારે 10:15 વાગ્યે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું 0.20 ટકા અને ચાંદી 0.38 ટકા ઘટીને ટ્રેડ કરી રહ્યા હતા.આજે એમસીએક્સ પર જૂન વાયદાનું સોનું 0.20 ટકા એટલે કે 104 રૂપિયા ઘટીને 52,524 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું. બીજી તરફ મે વાયદાનું ચાંદી આજે 0.38 ટકા એટલે કે 263 રૂપિયા ઘટીને 68,143 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ થઈ રહ્યું હતું.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
જો તમે સોનાની શુદ્ધતા ચકાસવા માંગો છો તો સરકારે આ માટે એક એપ્લિકેશન બનાવી છે. 'BIS Care app' મારફતે ગ્રાહકો સોનાની શુદ્ધતાની ચકાસણી કરી શકે છે. આ એપ્લિકેશન મારફતે સોનાની શુદ્ધતા ઉપરાંત અન્ય અનેક માહિતી મેળવી શકાય છે. આ એપ મારફતે ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાઇસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો હોય તો ગ્રાહકો તાત્કાલિક તેની ફરિયાદ કરી શકે છે. આ એપ મારફતે ફરિયાદ દાખલ થયાની માહિતી પણ ગ્રાહકને ફટાફટ મળી જાય છે.