વેપારઃ ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો, હોમ-કાર લોન પર પડશે અસર

હાલમાં જ અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વએ પણ વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. જેને જોતા આરબીઆઈ દ્વારા પણ રેપો રેટમાં વધારો કરવાની શક્યતા છે.
 
RBI

અટલ સમાચાર, ડેસ્ક

ભારતીય રિઝર્વ બેંક મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં 0.50 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે રેપો રેટ હવે વધીને 5.40 ટકા થઈ ગયો છે. આ પહેલા 8મી જૂને કરવામાં આવેલી છેલ્લી પોલિસીની જાહેરાતમાં RBIએ રેપો રેટ (RBI Repo Rate)માં અડધા ટકાનો વધારો કર્યો હતો. જેના કારણે રેપો રેટ વધીને 4.90 ટકા થઈ ગયો હતો. હવે નવો રેપો રેટ 5.40 ટકા થઈ જશે. મહત્વનું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં રિઝર્વ બેંકે સતત ત્રીજીવાર રેપો રેટમાં વધારો કર્યો છે. આ સાથે રિઝર્વ બેંકે જીડીપી ગ્રોથનું અનુમાન પહેલાની જેમ 7.2 ટકા પર યથાવત રાખ્યું છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે  પોતાના નિવેદનમાં ફુગાવા અંગે જણાવ્યું કે જુલાઈ સપ્ટેમ્બરમાં CPI ફુગાવો 7.1 ટકાના દરે રહેશે જે જાન્યુઆરી માર્ચ 2023 ત્રિમાસિક ગાળામાં 5.8 ટકાના દરે પહોંચી જશે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

તમારી લોન અને એફડી થાપણો પર વ્યાજ દર વધશે કે ઘટશે તેનો સંકેત રેપો રેટ પરથી મળે છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ શુક્રવારે નાણાકીય નીતિ સમિતિ ના નિર્ણયની જાણકારી આપી હતી. આરબીઆઈની આ સમિતિની બેઠક 3 ઓગસ્ટના રોજ શરુ થઈ હતી, જે આજે પૂર્ણ થશે. માર્કેટ નિષ્ણાતો એવી આશા સેવી રહ્યા છે કે આરબીઆઈ પ્રમુખ આ વખતે પણ વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. ગત 8 જૂનના દિવસે આરબીઆઈ દ્વારા કરવામાં આવેલા જાહેરાતમાં રેપો રેટ આડધા ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનાથી રેપો રેટ વધીને 4.90 ટકા પર પહોંચી ગયો હતો. હાલમાં જ અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વએ પણ વ્યાજ દરોમાં વધારો કર્યો હતો. જેને જોતા આરબીઆઈ દ્વારા પણ રેપો રેટમાં વધારો કરવાની શક્યતા છે.

રેપો રેટને મુખ્ય વ્યાજ દર તરીકે પણ ઓળખવામાં આવ છે. રેપો રેટ તે હોય છે, જેના પર વેપારી બેંકો આરબીઆઈથી રુપિયા ઉધાર લે છે. જ્યારે બેંકો માટે વ્યાજ દર વધી જાય છે તો ગ્રાહકોને પણ તેઓ વધુ વ્યાજ દરે લોન આપે છે. તેનો સીધો અર્થ છે કે રેપો રેટ વધતા હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન જેવી લોન મોંઘી બની જાય છે. તેના ઉપરાંત ગ્રાહકો દ્વારા જમા કરવામાં આવતા ફિક્સ્ડ ડિપોઝિટ સહિતના થાપણ પર વ્યાજ કેટલું મળશે તેનો આધાર પણ રેપો રેટથી જ ગણવામાં આવે છે. એટલે કે રેપો રેટમાં વધારો થતા બેંકો એફડી વ્યાજ દરોમાં પણ વધારો કરે છે.
 

ભારતીય રિઝર્વ બેંક મોંઘવારીને કંટ્રોલ કરવા માટે મુખ્ય વ્યાજ દર એટલે કે રેપો રેટમાં વધારો ઘટાડો કરે છે. આ રીતે કેન્દ્રિય બેંક નાણાકીય નીતિને ટાઇટ કરીને માગને નિયંત્રિત કરવાનું કામ કરે છે. આરબીઆઈ દ્વારા રેપો રેટમાં વધારો કર્યા બાદ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત ફુગાવો નજીવો ઘટ્યો. અમેરિકામાં ફુગાવો હાલમાં 40 વર્ષની ટોચે છે. આ ફુગાવાને ઘટાડવા માટે ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં સતત વધારો કરી રહ્યું છે. નોંધપાત્ર રીતે, જ્યારે કોરોના વાયરસ મહામારી આવી ત્યારે વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ નાણાકીય નીતિમાં ઢીલાશ કરતા વ્યાજ દરોમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. આરબીઆઈએ પહેલાથી જ જાહેરાત કરી છે કે તે ધીમે ધીમે પોતાનું ઉદાર વલણ પરત ખેંચશે.